SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકલસંધિ “ગાલલગાગા’ની મળે છે. અગિયાર-અક્ષરી દીપકમાંનું સરસ્વતી સ્તવન ગમી જાય એવું છે. જરા મહેનત કરતાં, એનું સાટું વાળી દે એવી રચના છે. અષ્ટ મહાભયોમાંથી કેટલાંકના શબ્દરેખાંકનો મજાનાં છે. દા.ત.સિંહ આગઝરતી આંખ ને ત્રાડ-દાઢ-મહાકાય જાણે ચાક્ષુસ થાય છે : પજ્જલિ-આણલ-નયન દૂર-વિયારિઅ-મુહં મહાકાયમ્' કે હાથી મધુપિંગ-નયનયુગલવાળું સ-સલિલ-નવજલધર-જાણે વાદળ ચાલ્યું : મહુપિંગ-નયણજુઅલ સસલિલ-નવજલહરાયારમ્' ૯મી ભલે સ્તુતિ નથી, જયગાન અને ધુમ્રસેરપ્રસારેવાળી કલ્પનાથી ગમી જાય. ૧૩ આંકવાળી ઋષભસ્તુતિગાથા એના “લલ ગાલલલલ'ના અષ્ટકલ આવર્તનોથી સમૂહગાને જામે એવી રચના છે. ૧૫મીનાં આરંભના નિસ્વાલ (છતાં તાલપ્રેરક ને તાલપૂરક !) “જય' પછી વ્યવસ્થિત ૯૯૮ના આવર્તનોવાળી છે. આ વિભાગની ૧૬મી કૃતિ, મારે મતે સાયંત સુંદર છે. ધરણેન્દ્રકૃત “પાર્થસ્તુતિ તેમાંય તેની પાંચમી ગાથા. આમ તો પ્રત્યેક વિષે કાંઈકનું કાંઈક કહેવાનું ગમે. સંસ્કૃતવાળા ભાગમાંથી યે નિરાંતે પસાર તો થયો છું, પણ એ વિષે કોઈ સંસ્કૃત-તજ્જ્ઞ લખે (ને, લખશે) તે જ ઇષ્ટ. એમાંની મોટા ભાગની રચનાઓ સુદીર્ઘ છે, ને ઘણીખરી વૃત્તબદ્ધ છે. એ રચનાઓ ભલે દૂરની) વૃત્તો નિકટના હોવાથી સદ્યોગમ્ય છે. વળી રચનાઓ દીર્ઘ છતાં લલકારપ્રધાન રહે છે. દા.ત. સિદ્ધસેનદિવાકરકૃતા “એકવિંશતિ દ્વાત્રિશિકા' ૩૨ શ્લોકની છે. પણ શ્લોકો કેવા, ગળેથી સરે એવા ! ઉદાહરણાર્થે થોડાક ઉતાર્યા વિના નથી રહેવાતું : ના શબ્દો ન રૂ૫ રસો નાપિ ગન્ધો, ન વા સ્પર્શલેશો ન વર્ષો ન લિગમ ન પૂર્વાપરત્વ ન યસ્યાતિ સંજ્ઞા, સ એક પરાત્મા ગતિર્મે જિનેન્દ્રઃ' (૧૫) ન સૌખ્યું ન દુઃખ ન યસ્યાતિ વાચ્છા (૧૬) ન પુણ્ય ન પાપં ન યસ્યાસ્તિ બન્ધઃ (૧૭) એ ધ્રુવબદ્ધ ઉદ્યોષવાળી રચનાની જેમ ઘણીખરી રચનાઓ રટણાત્મક છે. તેમાં ય માનતુંગાચાર્યનું “ભક્તામરસ્તોત્ર' ખાસ ઉલ્લેખનીય. અને ભદ્રકીર્તિસૂરિનું (૩૩) શારદા સ્તોત્ર તો આખું યે ફરીથી પ્રચારવા જેવું છે. ૩૫
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy