SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાનુસંધાને પણ સંપાદકોએ જે મળ્યું તે વણવિચાર્યું મૂકી દીધું નથી, જાણીતી કૃતિ હોય તો પણ દા.ત.નંદિષણકૃત ‘અજિત-શાન્તિસ્તવ'ને અનુસંધાને કરેલી ચર્ચા. જાણે ખાસ્સા પાંચ (૬૯ થી ૭૪) પાનાંનો લેખ ! પણ આંતર ઉપરાંત કેટકેટલી જાતનાં બાહ્ય પ્રમાણો ! કૃતિને ૪૭૫-૫૦૦ના ગાળાની ઠરાવતી એ ચર્ચામાં સાહિત્યિક, આનુશ્રુતિક ઉપરાંત ભાષાકીય, સાંસ્કૃતિક-ઐતિહાસિક ને પુરાતત્ત્વીય પ્રમાણો આપ્યાં ! આ વિદ્વત્તાને સલામ ! ક્યાંક માન્ય મતથી જુદા પડે છે ત્યાં પણ પ્રમાણપુષ્ટ તર્કસરણી, દા.ત.શીલાચાર્ય એક જ છે. ઉદાહરણોનો પાર નથી. ટૂંકમાં સંપાદન સંશોધનનિષ્ઠ છે. આ પ્રથમખંડ : સમયગાળો ને કૃતિસંખ્યા અર્ધમાગધીમાં ઇ.સ.પૂર્વે બીજી સદીથી જિનસ્તોત્રો રચવા શરૂ થયાં. ત્યારથી જ શરૂ કરીને ઇ.સ. ૯૦૦ સુધીના ગાળાની સ્તુતિઓ સંશોધીને એમાંથી ૭૪ અહીં સમાવી છે. અખંડ સમયગાળો બારસોએક વર્ષનો; પણ ઇ.સ.ના આરંભના ચારસોએક વર્ષની કૃતિઓ જવા દીધી છે. એમ ઇ.સ.પૂર્વેની ૦૪ (ચાર) અને ૫મીથી ૯મી સદીના પાંચસો વર્ષના ગાળાની ૭૦. ભાષાની દૃષ્ટિએ અર્ધમાગધી ૦૪, પ્રાકૃત ૧૯, અપભ્રંશ ૧૧ અને (એ લોકભાષિક ૩૪ની સામે) સંસ્કૃત ૪૦. એમ સંસ્કૃતનો પ્રભાવ છે જ ! અહીં કાળનો એક જ ખંડ છે, છતાં છંદોનું વૈવિધ્ય આશ્ચર્યજનક છે. ‘આટલા નિરનિરાળા પઘપ્રવાહો ભૂતળ ઉપરના કોઈ અન્ય સાહિત્યમાં વહેતા એ નથી અને શાખાપ્રશાખાએ ઉપચય પામી અને ધારા-ઉપધારામાં ફંટાઈ સાહિત્યભૂમિને સીંચતા એ જોવાજાણવામાં નથી.' - (કે હ. ધ્રુવ : ૨૪૯-૫૦). પસાર થતાં થયેલ અનુભવની ત્રુટક વાતો : પ્રત્યેક કૃતિમાંથી પસાર થતાં (અલબત્ત, સ્વકીય મર્યાદાએ કેટલુંક અકલિત રહી ગયું હોય મારે માટે, કે છંદપરખ માટેનાં ખાંખાખોળા, કે ઉત્થાપનિકાઓના મનોયત્નો – એ બધું અંગત બાદ/યાદ કરતાં) એકંદરે જે અર્થ-ભાવ-છંદાદિનો અનુભવ થયો તેની કેટલીક વાત પ્રસ્તુત છે. ગમી ગયેલ ઉક્તિઓને, લંબાણભયે, બહુ ઉતારતો નથી. છતાં ઘણુંબધું કોઈપણ ધર્મ સાહિત્યરસિકને પુલકિત કરે – યદ્ વિસ્મયો નામ સવિસ્મયોગ્યમ્’ લાગે એવું છે. નંદિષણની કૃતિના છંદઘોષ ભાવભર્યા છે. કેટલાંક છંદનામ ભલે અપરિચિત રહે કૃતિપરિચય-સ્વયં આસ્વાદ્ય ને છંદઘોષ ઝિલાય છે. દા.ત.૮માનું નામ ભલે ‘સોવાણં’ એનાં પ્લવંગમલક્ષણ તરત છતાં થાય છે, (એ કુળનો હોય એની પ્રતીતિ). આજ લેવાતી આરતીમાં લો : ગાલલ ગાલલ ગાલલ ગાલલ ગાલલ ગા તેં ચિજ । ણુત્તમ । મુત્તમ । નિત્તમ । સત્તધ ૨ કશું બેતાલું નથી. આપણે ગાવાથી કામ છે ને ? ‘વોટ ઇઝ ધેસ્ર ઇન અ નેઇમ’ ? જુદે નામ ક્યાંક આર્યા કે અન્ય પરિચિત છંદ પણ આવે. ‘રયણમાલા’નાં ચરણ સરખી રીતે છૂટાં પાડીએ તો ચાર ૩૪
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy