SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસનાં ખાવાઈ ગયેલાં એ પ્રકરણા તેમની દ્વીપરાજ્યની વહીવટી ઘટનાના વડા, ક્રીટના બંદર નગર અથવા નેસેસ પાટનગરમાં વસતા રાજા હતા. વ્યાપારી જીવન વહીવટનું તંત્ર ચલાવનાર રાજાને રાજમહાલય આજે અવશેષ રૂપે જડી આવ્યા છે. આ ખંડિયર મહાલય છ એકર પર પથરાયા છે. અનેક વિશાળ ખડામાં વહેંચાયલે આ મહાલય, સ્નાનાગાર, આરામખડા, દિવાનખંડા અને કાહારા વાળા છે. આ મહાલયના મધ્યખંડ રાજસભાગૃહ તરીકે વપરાતા હોય તેવા વિશાળ છે, અને ત્યાં જ સિંહાસન પણ મળી આવ્યું છે. પથ્થરની સીડીએ પરથી આ મહાલયના ઉપરના માળ પર જઇ શકાતું હશે. આ મહાલયની દિવાલેા પરનાં સ્ત્રીપુરૂષોનાં ચિત્રા કલામય છે. આ રાજમહાલય ઉપરાંત અવશેષોએ પૂરવાર કરેલું લાકજીવન સાદાં વસ્ત્રો પહેરનારૂં, અલકારા ધારણ કરનારૂ, લખી વાંચી શકવાની લીપીવાળું, ટુંકી તલવાર અને ભાલાખ જર ધારણ કરનારૂં, અને તાંબા તથા કાંસાના જીવન વ્યવહારનાં સાધન બનાવનારૂં માલમ પડયું છે. આ સંસ્કૃતિ વેપાર પ્રધાન હતી તથા સેાના ચાંદી અને હીરાના અલકારા મનાવતી. વેપારના મુખ્ય ઉદ્યોગવાળી આ પ્રજા દૂર દૂર વેપાર ખેડતી તથા ત્યારના જગતના સંસ્કારો અને આવતાને શિખી લાવીને પોતાના દ્વીપ જીવનને સંસ્કાર ખૂબ ચઢિયાતો મઢી શકી હતી. સ’સ્કૃતિના અતઃકાળ પણ છેવટે આ સંસ્કૃતિના અંતઃકાળ આવી પહેાંચ્યા. આ અતઃકાળને સમય ઈ. સ. પૂર્વે બે હજાર વરસ પર શરૂ થયેા. ઉત્તર તરફની દિશામાંથી આ સંસ્કૃતિ પર આક્રમણુ કરનારા કાલે આ સમયમાં દેખાયા. સંસ્કૃતિને વિનાશ કરનારા, આ ભૂખ્યાં માનવાને ઝનૂની ધસારા સંસ્કૃતિની દ્વીપમાળ તરફ આવ્યા કર્યાં. સંસ્કૃતિનાં સિત્તેર નગરા આ ધસારા સામે ઝઝૂમ્યાં પણ દરેક ધસારાએ આ દ્વીપમાળ પરના પ્રકાશ બૂઝાવ્યા કર્યો અને સંસ્કૃતિની તારાજી કર્યાં કરી. સંસ્કૃતિ અસહાય બની. આ દ્વીપા પરનું જીવન એકલું અટુલું દેખાયું. નાસસ બંદરગાહ અને નાગરિકાનાં ભવના સળગવા લાગ્યાં અને ક્રીટ પરનું શાસન પણ પતન પામ્યું. રાજમહેલને આગ લાગી. સળગતાં નગરેશ સળગતાં સળગતાં મેાત સામે ઝઝૂમવા લાગ્યાં. સાક્સે! વરસ સુધી સસ્કૃતિનું શરીર મેાત પામવાના ઈન્કાર કરતું સળગ્યા કર્યું. છેવટે ઈ. સ. પૂર્વે ૧૪૦૦ માં આ ટાપુઓ પર વિધાતક ધસારા આવ્યા અને સ ંસ્કૃતિ શમી ગઇ. ક્રીટ દ્વીપા પર સંસ્કૃતિના ભંગાર વેરાયલા પડયા. ક્રીટ પરની સંસ્કૃતિની એકવાર જીવનથી ધબકતી સંસ્કાર કાયા. પોતાના અવશેષો જાળવી રાખીને ધરતીનું ભારણુ ખની, ૧
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy