SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા હતે. માનવીના જે સંસારે પિતાના બાળકોને રમવા માટે અનેક રમકડાં બનાવ્યાં છે તે અનુરાગી ભાન અહિં એકવાર કેવાં કિલ્લેલતાં હશે ! એ માનનાં બેટા બેટીઓની નિશાળના પદાર્થપાઠ અહિં એકવાર કેવા ગૂંજી ઉઠવ્યા હશે! આ નગરનું રૂપ ઘડનારા શિલ્પીઓ, ચિત્રકારે અને કારીગરે અહિંના સંસારને મઢવાના કેવા શ્રમમાં મચી પડ્યાં હશે!” આ કર્નલની વિચારમાળા પાછી ગમગીન બનીને બબડતી હતી. “પણ તેમનાં હથિયારોમાં તલવારો પણ નથી. એકલા તાંબાના ભાલા છે, તે શી ધાડ પાછી વાળે વારું.! પણ વિશ્વઈતિહાસના ચરંતન કલેવર પર આવી પહોંચેલું અમારું અંગ્રેજી આક્રમણ અને એ આક્રમણને પેલે ઊઠાવગીર છોકરે. બર્ટ કલાઈવ તે કહે છે કે હિંદુસ્તાન એટલે માત્ર એક પૂના અને બીજું સીમલા જ છે! પૃથ્વી પરની આ અતી પ્રાચીન એવી સંસ્કૃતિને ભંડારીને આ ધન્ય ધરતી અરૂણોદયના જાપ જપતી ધીરવણુ ધરી રહી છે, તેની એને વહેંતિયાને ગતાગમ પણ શી પડે!” ભારતીય ઈતિહાસની નવી નજર પણ જે દેશને પિતાના ઈતિહાસના અતિપ્રાચીન એવા આરંભની ગતાગમ નહોતી તે દેશની આંખ પણ આ નવી શોધથી ઉઘડી ગઈ. આ અતિપ્રાચીન સંસ્કૃતિ સાથે સરખાવતાં જેમને જંગલીઓ કહી શકાય તેવાં આર્યોથી જ પિતાના ઈતિહાસને વેદ લખનારા દેશને પહેલીવાર પિતાના ઈતિહાસની વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાંપડી. ભારતની ઈતિહાસ દ્રષ્ટિને સમજાયું કે ભારતના ઈતિહાસની સમયની માતા અને સંસ્કૃતિની જનેતા પેલા મતના ટીંબા નીચેના નગરની... નગરની સંસ્કૃતિ પર આક્રમણ કર્યા પછી એ જ સંસ્કૃતિના ખંડિયેરને ખેળે ખુંદી ખુદીને જ, આર્યોએ સંસ્કૃતિનું પહેલું પયપાન કર્યું હતું. વિશ્વ ઈતિહાસના એક સમયના ખેવાઈ ગયેલા પ્રકરણની શોધ પછી સિંધુનો આ સંસ્કાર માનવ આજે હજાર વર્ષ પછી સિંધુ નગરના અવશેષોમાંથી આળસ મરડીને વિશ્વ ઈતિહાસના ઉંબરા પર ઉભે થઈ ગયે હતા, અને ઈતિહાસના આલે ખનને શંખનાદ કરીને કહેતા હતા કે “અતિપ્રાચીન એ હું સંસ્કૃતિના આરંભમાં પણ હતો?” સમયની વિશ્વસરિતા–સિધુ આજના પેલા ઈરાની અખાતને દેખે. આજનો ઈરાની અખાત ત્યારને પારસિક સમુદ્ર છે. આ પારસિક સમુદ્રમાં હેડી હંકારતા જે આપણે પૂર્વ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy