SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ વિવ ઈતિહાસની રૂપરેખા કે આખું જગત, બ્રિટનમય થવા બ્રિટન નામના શાહીવાદી દાનવના ઉદરમાં ઉતરી ગયું છે, અને શુન્ય બની ગયું છે. શુન્ય બનેલા વિશ્વપરનું વિશ્વયુદ્ધનું શાહીવાદી એકમ એકલું જ દેખાતું હતું તથા, એના સિવાયનું જે કંઈ બાકી રહ્યું હતું તે માત્ર મહાસાગરે હતા. આખા જગતનું શાસક બનેલું આ સામ્રાજ્ય એક મોટો સામ્રાજ્યવાદ અથવા વિશ્વયુદ્ધની ઘટનાવાળ અધિકારવાદ હતે. પછી વિશ્વયુદ્ધની આ ઘટનામાંથી, ઈ. સ. ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું અને પછી ૧૯૩૯હ્માં બીજું શરૂ થયું. વિશ્વયુદ્ધના અંતમાં, પેલું સામ્રાજ્ય હચમચી ગયું. હચમચી ઉઠેલા સામ્રાજ્યના ઉદરને ફાડીને જાણે મોત પામવાને ઈન્કાર કરતી માનવ જાત, વિશ્વ માનવજાતનું વિમુક્તિનું આવાહન કરતી, સામ્રાજ્યવાદની દિવાલને રૂસદેશ આગળ તોડી નાખીને બહાર નીકળતી હતી. વિમુક્તિના આ નૂતન રૂપની નૂતનતા એ હતી કે, વિશ્વયુદ્ધની સામ્રાજ્યવાદી ઘટનાને તેડનાર અને વિમુક્તિનું કમાડ ખોલનાર, ઈતિહાસના આ તબક્કામાં, શ્રમ-માન પણ હતાં. આ શ્રમમાનનું સ્વરૂપ શાહીવાદે જગતપર સંસ્થાનિક ગરીબાઈ અને ભૂખમરે સરછ દીધો હોવાથી વિશ્વભરનાં તમામ માન સાથે એકમય બની ચૂકયું હતું. વિશ્વભર માનવજાત હવે એક માનવસમુદાયનું સંયુક્ત સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી, તથા આંતરરાષ્ટ્રિય સંગઠનરૂપ પામતી હતી. બીજા વિશ્વયુદ્ધના અંત પછી; વિશ્વશ્રમમાનેનું સંગઠનરૂપ વિશ્વશાંતિની ઘટના જેવો શ્રમમાનવ સંધ હવે પિતાનું વિશ્વ સંગઠન ઘડી ચૂક હતું. ૧૯૪૫ના ફેબ્રુઆરીની છઠ્ઠી સુધીની સત્તરથી તે એ તારીખે તેની સામેલલની સાક્ષી બનતી હતી. એ એતિહાસિક તવારીખે ઈતિહાસમાં પહેલીવાર આખી દુનિયાનાં શ્રમ માનનાં પ્રતિનિધિઓ, લંડનના કાઉન્ટી હેલમાં મળ્યાં. એ આંતરરાષ્ટ્રિય ટ્રેડ યુનીયનની પરિષદમાં છ કરોડ સંગઠિત કામદારોનાં ૨૦૪ પ્રતિનિધિઓ જર દેશમાંથી આવ્યાં, એ ૨૦૪ પ્રતિનિધિઓમાં જુદા જુદા રાજકીય પક્ષના આગેવાન હતાં, પીઢ કામદાર નેતા હતા. અને જનતાના મૂળભૂત હક્કોની નાનીમેટી લડાઇઓ લડેલા અનેક લડવૈયા હતા. ત્યાં શ્રમમાનની આખી દુનિયાનાં દેશવાસીઓ પહેલીવાર મળ્યાં. આખી દુનિયાની ભાષાઓ એક જબાનમાં એકઠી થઈ. આખી દુનિયાના રાજકીય પક્ષની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy