SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની ૧૫રખા પરના ઇતિહાસની અતિ પ્રાચીન પગદંડી પર સમયના અનેક વંટો વાઈ ચૂક્યા હતા. આ અતિ પ્રાચીન એવા ઈતિહાસની જીવનરેખાઓ પર માટીનાં અનેક પડ ચડી ગયાં હતાં. આ સ્તર નીચે વિશ્વ ઈતિહાસનું ખોવાઈ ગયેલું પ્રકરણ દફનાઈ ગયું હતું. પછી આ આચ્છાદનની નીચેથી પેલું વિશ્વઈતિહાસનું ખોવાઈ ગએલું પ્રકરણ જડ્યું અને માલમ પડ્યું કે માનવજાતના અતિપ્રાચીન ઈતિહાસે ઇજીપ્ત અને બેબિલેનની સંસ્કૃતિને આરંભ કર્યો ત્યારે જ સિંધુના કિનારાઓ પર પણ સંસ્કૃતિની શરૂઆતને અતિ પ્રાચીન આરંભ થઈ ચૂક્યો હતો. આ અતિ પ્રાચીનતા સાથે સરખાવતાં પ્રાચીન સંસ્કૃતિને જન્મવાને હજુ પાંચહજાર વર્ષની વાર હતી. ફિનિશિયાને વિશ્વ વિખ્યાત બનનારો વ્યાપારી સમાજ હજુ ઉત્તર આફ્રિકાના કિનારા પર પિતાના નગરના પાયા પણ ખેદવા માંડવ્યો ન હતો. પ્રાચીન એવી ગ્રીક સંસ્કૃતિના એથેન્સ નગરમાં ત્યારે એકપિલિસ બાંધવાની આવડત હજુ આવી ન હતી. પણ ત્યારેજ ઇજીપ્તના સમકાલિન સમયમાં ચિનાબ અને રાવિના કિનારા પર વાણિજ્ય સંસ્કૃતિનું નગરરુપ રચાઈ ગયું હતું, અને આ નગરરુપ પર સંહારના આક્રમણ જે આર્યોને ધસારે આવવાને પણ હજુ પાંચ હજાર વર્ષોની વાર હતી. વિશ્વ ઈતહાસની શોધ હજુ હમણાં જ વિશ્વવઇતિહાસની શોધખોળ કરનાર વૈજ્ઞાનિકને આ અતિ પ્રાચીન નગરો હાથ લાગી ગયાં. ઈ. સ. ૧૮૬૦માં લાહેર અને કરાંચી વચ્ચે રેલવે રસ્તે બંધાતું હતું. આ રસ્તો બાંધવાને ઇજારે બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને આપવામાં આવ્યો. આ રસ્તો બાંધવામાં જરૂરી એવી કપચી વગેરે સખત વસ્તુઓ મેળવવા માટેની શોધમાં એક ભાઈની નજર નજદીકમાં આવેલા હાડપ્પા નામના ગામ પર પડી. આ ગામની પાસે ઈટ અને રડાં ઠેર ઠેર રઝળતાં જોવામાં આવતાં હતાં. આખું ય હાડપા ગામ આ રઝળતી ઈટમાંથી બંધાયેલું હતું. પેલા બ્રન્ટન ભાઈઓએ પણ રસ્તો બાંધવા માટે હજાર ટન ઇંટે આસપાસથી ખોદી કાઢી. આ ખોદકામ નીચે હજાર વરસ પર છવી ગએલાં નગર સ્વરૂપો દફનાયાં હતાં. તેમને ખબર નહોતી કે વિશ્વઈતિહાસના અતિ પ્રાચીન એવા એક નગરના શબ પર તેઓ ભાંગફોડ કરતા હતા. આ અત્યાચારમાં અંગ્રેજી ઈજારાવાળાઓને રસ્તો બંધાઈ ગયો પણ સાત હજાર વર્ષ પર જીવતા એવા નગરના કલેવરના અવશેષે નાશ પામી ગયા. પછી ઇ. સ. ૧૯૨૧ ની સાલ આવી પહોંચી. રાખાલદાસ બેનરજી નામાને પૂરાતત્વના એક શોધકે હાડપાથી દુર ૩૫૦ માઇલ પર સિંધુના તટપર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy