SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૭ શાંતિમય સહઅસ્તિત્વની વિકવ-ભૂમિકા કવિતા જેવી જબાનમાં ગીતની અંજલિ આપતું કોઈ ગાતું હોય તે અવાજ પૂર્વની ભૂમિ પર પહેલીવાર સંભળાય. આ અવાજ સૌ માને, સૌ, રાષ્ટ્રોમાંથી, સૌને સમાનભાવે એક કાનુનનું, એક સરખું આંતરરાષ્ટ્રિય શાસન હોય ત્યાં આવવાનું આવાહન આપતે હતે. એવું એક વિશ્વનું એક કાનૂની આંતરરાષ્ટ્રિય શાસન આ પૃથ્વી પર જ્યારે કોઈ ખુણું પર એક પણ પગ ગોઠવી શકાય તેવી જમીન પર પણ હતું. નહિં ત્યારેજ, કલકત્તા પાસેના બોલપુર નામના ગામડાના પાદરમાં, એક ઉપવનમાં ચેડાંક ઝૂંપડાંઓ બાંધીને આ ઝુંપડાઓને વિશ્વભારતીનું નામ આપીને, માનવ માનવ વચ્ચેના, સહકાર સહચાર અને અનુરાગના પાયા પર જગતભરનાં સૌ રાષ્ટ્રનાં દિકરાદિકરીઓને એક આંતરરાષ્ટ્રિય કાનૂન રચવાની નિશાળ માંડીને, રવિન્દ્રનાથ નામનો એક શિક્ષક પિતાના આ નાનકડા સંસ્કાર જગત પર પાટીયું લટકાવતું હતું, “સર્વે આયતુ સર્વત :” ( પુરાણ પ્રાચીન, અને માથાં બાંધેલી સંસ્કૃત ભાષામાં લખેલા આ પાટીયાના આવાહન પાછળની વિશ્વભારતીના જીવન રૂપમાં, જીવનના વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી બધી સંસ્કૃતિની સુરમ્ય રેખાઓ અહીં ઘડાઈ હતી. આ વિશ્વભારતમાં વિજ્ઞાનનાં યંત્રો દેખવામાં આવતાં હતાં પરંતુ, વિજ્ઞાનનાં બધાં સાધનેએ દીધેલી સરકાર દ્રષ્ટિનું અહીં માનવ વ્યવહારના પદાર્થ પાઠમાં આયોજન થયું હતું. વિજ્ઞાનનાં જે સાધનાઓ માનવ જાતને, ટેલીગ્રાફ અને ટેલીફોનની તાકાત દીધી હતી, તથા તેની આંખને સૂક્ષ્મદર્શનની જે સંસ્કાર દષ્ટિ એનામાં એનાયત કરી હતી, તથા તેના પગને સ્ટીમર કે બલૂનની જે સંસ્કારની ઝડપ એનામાં ભરી હતી તે બધીજ, વિજ્ઞાનની તાકાત, અહીં, કાનૂન બનીને વિશ્વભારતીમાં માનવ માનવ વચ્ચેના સંસ્કાર ઘડતરના સંસ્કૃતિના આંતરરાષ્ટ્રિય સામાજિક ગુણમાં કાયાપલટ પામીને અહીં આવી પહોંચી હતી. ન્યુટનને મહાત કરનારે વિશ્વ નાગરિક એ જ અરસામાં જ્યારે શાહીવાદી જગતમાં સંહારની રચના ઉભરાવા માંડી હતી. ત્યારે સંહારની એ રચના સામે વિશ્વ સંસ્કૃતિના આ જ્યોતિર્ધરને અવાજ અરણ્ય રૂદન જે કંપી ઉઠીને આઈનસ્ટાઈન નામના મહા વૈજ્ઞાનિકન વિશ્વશાંતિના અંતરનાદ સાથે જોડાઈ જતા હતા.. આ આઈનસ્ટાઈને ન્યુટનને મહાત કર્યો હતે. એકેએક પદાર્થ, જે તેને ધક્કો મારીને ગતિ આપવામાં ન આવે તે તે સ્થિતિચુસ્ત રહેતા હોય છે એવા ન્યુટનના ખ્યાલને ફરીવાર પાછો પાડવામાં આવ્યો. એણે જાહેરાત કરી હતી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy