SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિમય સહઅસ્તિત્વની વિવ-ભૂમિકા ૭૮૧ જીવન વ્યહવાર રજુ કર્યો, તે દુનિયા એને મન બે રાષ્ટ્ર જૂથોની. જ બની હતી. એ બે રાષ્ટ્ર જૂથમાંનું એક જૂથ, એટલેંટિક મહાસાગરના એક કિનારે વસતું, યુરોપીય રાષ્ટ્રોનું જૂથ હતું અને બીજું જૂથ એ જ મહાસાગરના બીજા કિનારે શોધી કઢાયેલું, યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા નામનું રાષ્ટ્ર જૂથ હતું. વિકટર યુગ જેવા આર્ષદ્રષ્ટાની નજર પણ જગતના આખા, અને અતિ વિશાળ તથા, વિરટ એવા સ્વરૂપને દેખી શકી ન હતી. આ વિશાળ જગતનાં અનેક રાષ્ટ્રો હિંદીમહાસાગરને અને પાસિફિક મહાસાગરને કિનારે પડયાં હતાં. આ રાષ્ટ્રોમાંજ જગતની જન્મદાતા, વિશ્વસંસ્કૃતિને પ્રથમ ઉદય થયો હતે. પણ આ બધોરાષ્ટ્ર સમુહ, ત્યારે ગુલામ હતો. આ બધા ગુલામ રાષ્ટ્રો, વિમુકિત પામે તથા, વિકટર હ્યુગેએ ગણાવેલાં પેલાં બે રાષ્ટ્ર જૂથ વચ્ચે જ નહિ પણ આ તમામ રાષ્ટ્રો વચ્ચે, સમાનભાવવાળું, અને બીનદરમ્યાન ગીરીવાળું, શાંતિમય સહઅસ્તિત્વનું જગતરૂપ તે જમાનામાં વિકટર ઇંગોને પણ દેખાયું ન હતું. ત્યારની યુરેપની નજરમાં તો જગત યુરેપ અને યુનાઈટેડ સ્ટેટસથી મેટું નહોતું. વિકટર હયુગ આખું જગત દેખી શકે નહે. પરંતુ આજે વિશ્વઈતિહાસનું જીવનતંત્ર, આ તમામ રાષ્ટ્રોમાં ક્રિયાશિલ બન્યું હતું. વિશ્વ ઈતિહાસનાં પરિબળો જેવી આ રાષ્ટ્ર સમૂહોની અતિહાસિક પ્રક્રિયાનું, પહેલું રૂપ, પહેલા વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલ બનીને દેખાયું હતું અને બીજા વિશ્વયુદ્ધ પછી આ વિમુક્તિની હિલચાલેએ, પોતપોતાના રાષ્ટ્રોમાં એક પછી એક એવાં વિમુક્ત રાષ્ટ્ર એકમોનું રૂપ ધારણ કરવા માંડ્યું હતું. વિમુક્ત એવાં આ ખૂનના રાષ્ટ્રોની નનન અને સમાન એવી હસ્તીને સ્વીકાર, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થામાં પણ થયો હતો. આ રીતે વિશ્વ વિશાળ બન્યું અથવા, સાચા અર્થમાં આખું વિશ્વ બનવા માંડ્યું અને વિશ્વભરના એકેએક રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રિય સહઅસ્તિત્વનાં સમાન અને સાર્વભૌમ એકમે બનવા માંડયા, પરંતુ ત્યારે વિકટર હ્યુગેની નજર પણ જગતની ગણનામાં આ રાષ્ટ્રોને ગણી શકી ન હતી. પરંતુ વિમુક્ત ઘટક તરીકે પોતાની જાતનું પ્રસ્થાપન હવે તેમણે કરવા માંડયું હતું. સઆયતુ સર્વત, આંતરરાષ્ટ્રિય કાનૂનની પહેલી ગીતાંજલિ ગતને આંતરરાષ્ટ્રિય કાનનની ભેટ આપનાર સંસ્કૃતિની વિશ્વ-કાનુનની ન્યાય સમતાની નૂતન અને યુગવર્તિ તને જગતના ઈતિહાસમાં પહેલી વાર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy