SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમા સૈકાની સંસ્કૃતિની જીંદગી E૯૩ બહારના અહેવાલા, સૂચનાએ અને ફરમાના એ બધા વડે ખંડને ઉભરાવી દેતા ક્રાન્તિની ઘટનાના આવેગમય થઇ ગયા હેાય તેવા એ ક્રિયાશીલ બન્યા. અહાનિશ એ સમાજવાદી રચનાનાં યંત્રો સાથે ધમકી ઉયેા. એની સર્જક કલ્પના આખી રશિયન જનતા પર તરસી નજરે ટાંપી રહી. · ટ્રેકટર ટ્રેકટર ' ઝંખતી એની આંખમાં ટ્રેકટરો ઉભરાયાં. રશિયાને કિસાન વિરાટ સમૂહ ખેતરને ભાગીદાર બને તેની અહરનિશ ચિંતા સેવતા, એના પ્રાણ રશિયન ધરતી પર અલખ જગવતો, કેમલિનની એની ઓફિસમાં રાજના અઢાર કલાકની મજૂરી કરવા લાગી ગયા. વિશ્વયુદ્ધના પ્રતિકાર કરતી, એકજ રાષ્ટ્રની વહીવટી ઘટના. વિશ્વયુદ્ધ પછીના, કસોટીના બે દશકા પુરા થવા આવ્યા હતા. પહેલું વિશ્વયુદ્ધ લડનારા યુદ્ધખાર શાહીવાદીઓમાં, આગેવાન એવા કલીમેનશે નામના ફ્રાન્સની સરકારના વડા પ્રધાન ત્યારે યુદ્ધને દેખ્યા પછી, ઇ. સ. ૧૯૨૮ માં પેાતાની જીદંગીના અંત સમયે પોતાની એક મુલાકાતમાં કહેતા હતા કે (: 39 યુદ્ધની જે ભયાનકર્તાએ મેં દેખી છે, તે જોઇ તે હું એમ માનતા હતા કે યુરોપનાં રાષ્ટ્રો પણ તેમાંથી પસાર થયાં હાવાથી હવે ફરી કાઇવાર ખીજું યુદ્ધ લડવાની લાલસા કાઇ કદિ નહીં' રાખે. પરન્તુ આજે મને એમ લાગે છે કે એ દશાપર પહેાંચતાં હજુ આપણે લાંખી મજલ કાપવાની છે. એ મજલ કેટલી લાંખી હશે તે હું કહી શકતા નથી, કારણ કે તેની મને ખબર નથી. ’ પહેલા વિશ્વયુદ્ધ આ શાહીવાદી વિધાયક, યુદ્ધની નામુદી કરવાની આપણા જગતની લાયકાત વિષે અને તાકાત વિષે વધારે કહી શકતા નહોતા. પરન્તુ એ લાયકાત અને એ તાકાતના પહેલા દેખાવ, આ વિશ્વયુદ્ધના ઉપ સંહારમાંજ રચાઇ ચૂકયેા હતેા. આ રચના શાહીવાદી ઘટનાની નામુદી વિના શકય જ નહતી. પરન્તુ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી ધટનાની નાબુદીનું, અથવા એ ધટનામાંથી થએલી વિમુક્તિનું સ્વરૂપ તા એકલા રશિયામાં શરૂ થયું હતું. ત્યાંની સામાજિક ક્રાન્તિને પાયા, શાહીવાદી ઘટના, અને સંસ્થાનિક પરાધીન ઘટના, અથવા આ બન્ને ઘટનાએ જે એક જ ઘટના હતી, તેની નાબૂદી પર શરૂ થઇ ચૂકયું હતું, તથા આ સ્વરૂપની ધટના, આ એકજ દેશ પર આરભાઇ ચૂકી હતી. આ એક જ રાષ્ટ્રે મુડીવાદી ઘટના, જે સામ્રાજ્ય વાદના પાયા હૈાય છે. તેની નાબુદી કરવાના હજી તો આરંભ જ કરવા માંડયા હતા. આ આર્ભના સમયે, બાકીના જગતનું રૂપતા સામ્રાજ્યવાદી, અને સંસ્થાનિક પરાધીનતા વાળું જ હતું. આ જૂનું જગત પેાતાનું પતન અટકાવવા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy