SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા દીકરી, જો આપણા ગાડીવાનને ઉઠાડ અને કહે કે દરવાજા બહાર ઘેડા જોડીને ગાડી તૈયાર કરે.' “આ વખતે ક્યાં?' એલેકઝાંડ્ર બોલી. “હું આ ઘર હવે છોડું છું...ભારે વખત પાકી ગયો છે, બેટી... મારે અનાદર ન કરીશ અને સેન્યાને પણ કહીશ નહિ કે હું ગમે છું અને ક્યાં ગયો છું !' બાપ બેટી એકબીજા તરફ હૃદયભેદક કરુણતાની ઉભરાતી નજરેની આપલે કરી રહ્યાં. અંધારી રાતના પાછલા પહોરમાં એક વખત આ ઉમરાવ, ગૃહત્યાગ કરીને બહાર નીકળ્યો અને બાસી વરસન એ મહાનુભાવ ફરી કદી પાછો નહિ ફરવાના રસ્તા પર ગાડી હંકાવી ગયે. હવે ટોલસ્ટોયની સ્ત્રી સન્યા જાગી હતી. એની દિલ કંપાવનારી ચીસે આખા ઘરને જગાડી દીધું હતું. જાગી ગએલી સેન્યા તળાવ તરફ દેતી હતી અને તળાવનાં પાણીમાં ડૂબી મરવા પડતું નાખતી હતી. એલેકઝાન્ડ્રાએ એની પાછળ પાછળ પાણીમાં પડતું નાખ્યું. થોડીવારે સેન્યાને જીવતી બહાર કાઢવામાં આવી. મરણ પામ્યા વિના પાછી આવેલી સેન્યા આખો દિવસ દરેક ઓરડે ફરતી હતી અને દીવાલ પર ડૂસકાં દેતી પેલા મહાનુભાવની ખબર પૂછતી હતી તથા છાતી પર વજન મારતી ફૂટતી હતી, અને છરી લઈને પિતાના પેટમાં ભેંકી દેતી બચી જતી હતી તથા બારીમાંથી કૂદી પડતી પકડી લેવાઈ હતી. ત્યારે ટોલટેય તે નેચરકાસ્ક તરફ ઊપડી જવા આસ્તા સ્ટેશન પર પહોંચી ગયા હતે. અહીં એને ન્યુમોનિયા થયે. ત્યાંના સ્ટેશન માસ્તરે આ મહાનુભાવની સારવારનું અહોભાગ્ય માનીને પથારી પાથરી. એ પથારીને વિંટળાતાં પછી ત્યાં સગાં સહેદરો અને મિત્રો ઉભરાયાં. એ મહાનુભાવની દીકરીઓ પણ ત્યાં આવી પહોંચી. સેન્યા પણ ત્યાં આવી ગઈ હતી. છાપાંઓના ખબરપત્રીઓએ પણ ભીડ જમાવી હતી. એને કોઈ છેલ્લે સંદેશ આપવનિ ન હતો. એ તો કોઈ કઈવાર બેભાનમાં ચીસો પાડતા હતા, ના...નાસી છૂટે નહિ તે પેલાએ પકડી પાડશે.' એ ક્યાં નાસી છૂટ હતે? પેલાં તે આવી ગયાં હતાં ! તે જ એને ખબર નહોતી. અંગત મિલકતના, પાપથી બચવા શું કરવું તે સવાલના પરિતાપમાં નાસી છૂટેલોએ મહાનુભાવ યાસનાયાના કબ્રસ્તાનમાં છેવટે સઈ ગયો
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy