SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ વિસમાકાની સંસ્કૃતિની જીદગી ૭૫૩ એમ એ યુરેપને મહાનુભાવ તરંગવાદી ભાવનાઓની દુનિયામાં ભૂલે પડ્યા પછી પણ માનવજાત તરફની પ્રમાણિક્તાને લીધે પૃથ્વી પર ખેંચાયો. માનવતાનાં દુઃખ દરદને ઢંઢો એ જનતાની નાડ પર હાથ ઠેરવી શક્યો અને જીવન કલાને જનતાને સંપર્ક આપીને બીજાઓને દિશા દેખાડતી મશાલ જલતી રાખી શકો. વિશ્વશાંતિની ઘટનાને પાયે, વિમુક્તરાષ્ટ્ર બીજું વિશ્વયુદ્ધ આવી પહોંચ્યું ત્યારે તેમાંથી આપણે જગતમાં, વિશ્વયુદ્ધ પછીનાં પરિણમે માં જીવનનાં જૂનાં સ્વરૂપોમાંથી કેવાં સ્વરૂપે જતાં રહેશે તથા, જીવનના જગત વ્યવહારમાં નવાં કેવાં સ્વરૂપે આવશે તેની કલ્પનાઓ થવા માંડી હતી. એ કલ્પનાઓમાં ત્યારે કાળનાં પરિબળોની આગળ વધતી જનતાની તાકાતની અચૂક આવતી હિલચાલની આગાહી આપતો જે અવાજ જોસેફ સ્ટાલીને પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ એણે શાહીવાદી વિગ્રહખેરેને સંભળાવી દીધું હતું, તે અવાજ આ બીજા વિશ્વયુદ્ધના ઉપસંહારમાં વધારે તાજે લાગતું હતું કે– And let not Messrs the bourgeoisie blame me if some of the governments so near and dear to them, which to day rule happily by the grace of God are missing on the morrow after the outbreak of such a war.” સ્ટાલીને ઉચ્ચારેલા આ અવાજની પાછળ, પહેલા વિશ્વયુદ્ધમાંથી અથવા તેના ઉપસંહાર પછીનાં પરિણામોમાં, એક પરિણુમ એવું આવ્યું કે, જે પરિણામની ત્યારના જગતના જૂના આગેવાનોએ અથવા યુદ્ધ લડનારા, શાહીવાદી આગેવાનોએ. આશા જ રાખી નહતી. આ શાહીવાદી આગેવાનોમાં ત્યારના જગતમાં જે બે જૂથ હતાં, તે બે જૂથે, જગતનાં પરાધીન સંસ્થાને અથવા પરાધીન દેશની યુદ્ધ મારફત નવી વહેંચણું કરવા જ ભાગતાં હતાં. જગતના એ સમયના સ્વરૂપમાં તમામ દેશો બે જ વિભાગમાં વહેંચી શકાતા હતા. એક વિભાગ શાહીવાદી દેશનો હતો અને બીજો વિભાગ તેમના સંસ્થાને બનેલા દેશોને અથવા પરાધીન દેશોનો હતો. શાહીવાદી દેશોમાં જે બે જૂથ હતાં તે પેલાં સંસ્થાનેને એકબીજા પાસેથી પડાવી લેવા માટેનું યુદ્ધ કરતાં હતાં. આ બંને જૂથમાં કોઈ પણ જૂથે ધાર્યું નહોતું તેવું પરિણામ, એક જૂથમાંથી, રશિયા નામના તે સમયના શાહીવાદી દેશમાં આવ્યું. આ પરિણામ એ હતું કે એ શાહીવાદી દેશમાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy