SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર વિશ્વ ઇતિહાસની રૂપરેખા આઝાદીના વિજય કરવામાં તમે તમારે જ માટે નહિ પણ પૂર્વ અને પશ્ચિમની તમામ માનવજાત માટે મહાકાય કર્યુ છે. '' પછી એ મહાક્રાન્તિ પર અંદર બહારનું આક્રમણ થયું. અંદરનાં પ્રત્યાધાતી તત્ત્વાને પ્યાદાં બનાવતી બહારની પ્રત્યાધાતી શાહીવાદી સરકારાનાં લશ્કરોએ ક્રાન્તિને લાહીમાં ડુબાડી દેવાની કારવાહી શરૂ કરી દીધી. રૂસી ક્રાન્તિએ પણ વિકરાળ બનીને આ પ્રત્યાધાતને સામનેા કર્યાં. પણ ત્યારે એ મહાનુભાવનું આદર્શને જ જવાબદાર અને તેમાં રાચતું અને રહેતુ દિલ હચમચી ઉયું. એણે મુલાયમ બનીને, રૂસી ક્રાન્તિના વહીવટની કટોકટીને દેખ્યા કરી અને પછી ઇ, સ. ૧૯૨૪માં લેનીનના અવસાન વખતે કહ્યું કે : .. “ યુરોપના માનવ ધર્માએ પોતાના વીરાચિત સમયેાથી આજસુધીમાં કયારે પણ આવી પોલાદી શ્રદ્દા દેખી નથી અને મનુષ્યનાં સામુદાયિક કાર્યોએ ઇતિહાસમાં કદિ પણ માનવતાના દિલના આવા નિઃસ્વાથૅ અધિપતિ પેદા કર્યાં નથી. ” એના પ્રમાણિક દિલમાં જાણે નવી શ્રદ્ધાનો વિષય જાગતો હતો. સીક્રાન્તિની સમાજવાદી ધટના સામે શાહીવાદી જગતમાંથી ભયના પડછાયા ઉડતા હતા ત્યારે એ કહેતા હતા : “ યુરોપની તમામ આઝાદ માનવતાને હું આવાહન આપું છું કે આજના સમય એ આઝાદી માટે કટોકટીના સમય છે અને એ સમય એક મહાન જવાબદારી આપણને એનાયત કરે છે. રશિયાભરમાં અંદરનાં અને બ્રિટીશ શાહીવાદી ખાણ નીચેનું તેની બહારનાં જૂનાં પરિબળાનું એક ભયાનક કાવતરુ ક્રાન્તિ સામે એકઠું થઇ રહ્યુ છે... પણ હું રશિયામાં એવી જનતા જોઈ રહ્યો હ્યું કે જે, અનામી આપભોગા વહાવીને એક નૂતન ઘટનાને જન્મ આપે છે. એ નૂતન ઘટના જનેતાના ઉદરમાંથી બહાર આવતા તરતના ફરજંદ જેવી લાહીથી ખરડાયેલી અને બગડેલી છે અને તે તરફ બધી સૂગ અને આધાત પામેલા હું એ મહાન જનતા પાસે જાઉં છું. એને સાંપડેલા ફરજ ંદને મારા હાથમાં ઉંચકી લઉં છુ કારણ કે દુઃખી માનવજાતના ઉજળા ભાવીની એજ એક આશા છે, ' 33 એ મહાન કલાકારના આ જનતા સાથેને નવા સંપર્ક હતા. મેને એમાંથી જ નવી શ્રદ્ધા અને નવી આશા જડતાં હતાં.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy