SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ એસિરીયા ભને બેબીલોન ૫૫ ધાતુઓના ઓછામાં ઓછા વજનના કટકાથી આરંભ કરવામાં આવતું. આ સંસ્કૃતિને આર્થિક વ્યવહાર ધાતુઓનાં વજનવાળાં નાણાની ધીરધાર કરતા અને વ્યાજ પણ લેતે. આ સંસ્કૃતિના વેપારીઓની પેઢીઓ મોટી બેન્ક જેવી હતી. હેમુરાબીને આથિક કાનૂન દેવાદાર ખેડૂતને ત્રણ રાહત આપવાને તથા દુષ્કાળ સમયે દેવું નાબૂદ કરી નાખવાને ઘડાયું હતું. પરંતુ સામાન્ય વ્યવહારમાં જે દેવાદાર પિતાનું દેવું ચૂકવે નહિ તો શાહુકાર તેના ગુલામને કે તેના દીકરાને ગુલામ તરીકે અમુક વર્ષ સુધી લઈ જઈ શકતા. આ વેપારી સંસ્કૃતિએ હેમુરાબીના સમય સુધીમાં વેચાણ કરવાના, ધીરધાર કરવાના, કરારે કરવાના, ભાગીદારી કરવાના તથા હુંડીઓ લખવાના કાનૂન ઘડી દીધા હતા. આ વેપારી સંસ્કૃતિનો પાયે, ગુલામ માનવ સમુદાયની પીઠ પર રચાય હતો. આ વેપારી શહેનશાહના બધા કાન એ જીવનવ્યવહારની નીચે જીવન ઘટનાનું શ્રમ પરિબળ બનનારા માનવસમુદાયો માટે ગુલામી દશા જ રાખી હતી. ત્યારની સંસ્કૃતિઓમાં હતું તેવું ગુલામીનું સામાન્ય લક્ષણ અહિં પણ હતું. આ ગુલામોની ખરીદી અને વેચાણ અંદર અંદર ચાલ્યા કરતાં હતાં, તથા તેના ભાવતાલ નક્કી થયા કરતા હતા. બેબીલેનને અસ્ત અને એસિરિયાનો ઉદય આ સમયે પૂર્વ સરહદ પરથી પર્વત પ્રદેશમાં રહેતા કે સાઈટીસ નામના લોકોના સમુદાયે બેબિલોનના આ પૈભવ તરફ ભૂખી નજરે દેખતાં હતાં. પર્વતમાં વસતાં આ ટોળાંઓ હેમુરાબીના મરણ પછી દસ જ વર્ષમાં પર્વતના પિતાના ઝપી ધસારા સાથે આ બેબીલેનના વૈભવ ઉપર તૂટી પડ્યાં. બેબિલેનની અવદશા શરૂ થઈ ગઈ. બેબિલેને ઈજીપ્ત પાસે મદદ માંગી પણ કેસાઈટીસ લેકોના ધસારા પાછા હટયા નહિ. બેબિલેનનું જીવન એક હજાર વર્ષ સુધી અંધાધુંધીમાં સપડાઈ ગયું, અને બેબિલેનની ઉત્તરે ત્રણસો ભાઈલ પર આવેલ એસિરિયાને પ્રદેશ પિતાના પગભર ઉભો થઈ ગયો. આ પ્રદેશ બેબીલેન પર પિતાની વિજયકૂચ આરંભી દીધી. એણે ઈલામ, સુમોરિયા, અકડ અને બેબીન નગરે તી લીધાં. ફિનિશયા અને ઈછત પર એણે કાબુ મેળવ્યું. જોતજોતામાં આ પ્રદેશના શહેનશાહ “આસુરબાનીપાલ” ને બધા પ્રદેશ ખંડણી ભરવા આવવા લાગ્યા. આ પ્રદેશ એસિરિયા હતે. આ પ્રદેશ આજ સુધી બેબિલેનિયાની હકૂમત નીચે આવી જઈને ભૂલાઈ ગયે હતે. પણ હવે એસિરિયન સામ્રાજ્ય મેસર્પોટેમિયાની આખી ભૂમિ પર પોતાનું વર્ચસ્વ ધારણ કરતે પગભર થે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy