SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસનું સરવૈયું, વિશ્વ શાંતિ કે વિશ્વસ’હાર ! ૭૧૯ રક્ષણ માટે કરારથી ભેગી મળી છે. આ પ્રદેશ એશિયાના પ્રદેશ છે તથા અમે કે જે એ પ્રદેશને જ એક રાષ્ટ્ર વિભાગ છીએ, તે જાહેર કરીએ છીએ કે અમારે અમારા બચાવ માટે તમારા રક્ષણની જરૂર નથી. તમારા આ કરાર રાષ્ટ્રસંધના ચારટરા પણ ભંગ કરે છે.' ' અમેરિકનશાહીવાદના મધ્યપૂર્વ પરના યુદ્ધખાર ભરડા, બગદાદ કરાર આ પછી તરત જ અમેરિકન શાહીવાદે, · મીડલઇસ્ટ ડીફેન્સ, એરગેનિઝેશન ’ અથવા મીડા નામની લશ્કરી અને યુદ્ધખાર ધટના ઘડવાની હિલચાલ શરૂ કરી. એશિયાને બચાવ કરવા નીકળી પડેલી આ ઘટનાએ મધ્યપૂર્વના પ્રદેશોને પણ તેવી યુદ્ધ યેાજના નીચે જકડી રાખવાના દોરીસંચાર શરૂ કર્યો. પરંતુ આ યાજનામાં, પહેલાં પરાવાઈ જાય તેવા પ્રદેશના એક છેડા પાકિસ્તાન, અને ટરકીમાં શરૂ થઈ ચૂકયા હૈાવા છતાં, વચમાં ઇરાન હજી અમેરિકન પકડ નીચે આવી ગયા નહાતો. ઈરાનનું જો પતન થઇ શકે તો પછી, ઇરાક અને ઈઝરાઇલ ત, અમેરિકન યુદ્ધ ભરડાના ખીજા છેડા તરીકે તૈયાર હતા જ, આ ભરડાના અધચંદ્રાકારની ભીંસમાં પછી ઈજીપ્ત, અરેબીયા, જોર્ડન, અને સીરીયા જેવા પ્રદેશાને લાવવાનાં આક્રમણ પણ કરી શકાય તેમ હતું, એટલું જ નહી પરંતુ હજી સુધી દૃઢપણે વિમુકિત અને વિશ્વશાંતિના રાજકારણને વળગી રહેલા ભારતને પણ યુદ્ધની ભીંસમાં લઇ શકાય તેમ હતું. એટલે સૌથી પહેલાં ઈરાનનું પતન થઇજ જવું જોઇએ. તે માટે ઇરાન પર અમિરકી શાહીવાદના બધા સંચાર શરૂ થઇ ગયા, અને ઈરાનનું પતન થયું. અમેરિકન શાહીવાદને યુદ્ઘ ભરડા, પતિત બનેલા, અને પતન પામેલા, પાકિસ્તાનથી, હવે ઇરાનમાં થઇને, ટરકી પર અને ઇરાક પરથી પસાર થઇને ઇઝરાઇલ સુધી પહેાંચી ગયા. અને જેવા · સીટા ’ કરાર થયા તેવા જ બીજો યુદ્ધખાર કરાર બગદાદ કરાર નામનેા ઇરાકના પાટનગરમાં આલેખાયે. એશિયા અને આફ્રિકાના ખડા પર વિશ્વયુદ્ધના અમરિકી પડછાયા ફરતા થઈ ગયા. ઈન્ન અને ભારત જેવા, વિમુકિત અને વિશ્વશાંતિના આગેવાન રાષ્ટ્રા પર અમેરિકન શાહીવાદની યુદ્ધખાર નજર, ઉગ્ર બની ગઇ. શાહીવાદી ઘટનાનુ` મધ્યપૂર્વપરનું રાજકારણ આ બનાવને લીધે શાહીવાદી ઘટનાએ ઘડેલું મધ્યપૂર્વ પરનું રાજકારણ ખુલ્લું પડયું. આ પ્રદેશપર યુદ્ધખાર ભરડા રચીને ગાવાયેલેા, પાકિસ્તાનથી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy