SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા શાહીવાદે સળગાવ્યા હતા ત્યાં જ ૩૮મી પેરેલલ પર થંભી ગયે. ઉત્તરકેરીયાનું પતન કરીને ચીનપર આક્રમણ કરવાની અમેરિકન શાહીવાદની જના આ પેરેલલપર નિષ્ફળ નિવડી. આ પેરેલલ પરથી જ, નૂતન રાષ્ટ્ર વિમુક્તિની કોરીયન શહાદતની જ્યોત આખા એશિયા માટે જાગતા રહેવાની હાકલ કરતી દીવાદાંડી જેવી ઉભી. વિમુક્ત બનવા માગતા એશિયાને આત્મા, કોરીયન આપભોગની છબી દેખત સાવધાન બન્યો. અમેરીકન શાહીવાદની યુદ્ધખોર છબી અહીં ઉદઘાટન પામી. ચીન પર અને પછી આખા એશિયા-આફ્રિકા પર સામ્રાજ્ય સ્થાપવા ઉઠાવાયેલે પહેલો કદમ, અહીંજ, ૩૮મી પેરેલલ પર દેઢ લાખ અમેરીકન દિકરાઓ અને બીજાં વડીયાં રાષ્ટ્રના સૈનિકોની કબર ચણીને થંભી જઈને અંદરથી ચડભડતે ઉભે. આ પેરેલલ પર અમેરીકન શાહીવાદની લડાયક તાકાતની પારખ પણ થઈ ગઈ. પરાજીત બનેલા અને શરમિંદા બની ગયેલા અમેરીકન શાહીવાદે આ પછી તરત જ, દક્ષિણ કોરીયા સાથે, પરસ્પરના સંરક્ષણ કરાર કર્યા તથા, ઉત્તર કોરીયા પર ફરીફાર વધારે સારે સમય જોઈને આક્રમણ કરવાની મુરાદને જાળવી રાખીને, દક્ષિણના પ્રદેશમાં પિતાને શસ્ત્ર સરંજામ તથા લશ્કરે રાખવાનો કરાર કરી દીધો. અમેરિકન શાહીવાદને એશિયા પર યુદ્ધખોર ભરડો, “સીએટ ” (સાઉથ ઈસ્ટ એશિયા–દ્રીટી ઓરગેનિઝેશન) અમેરિકન શાહીવાદે, સિમ, ફિલીપાઈન્સ અને પાકીસ્તાન પર પિતના લશ્કરી કરાર કરીને અને ત્યાં પોતાના શસ્ત્રસરંજામ ખડકવાનો આરંભ કરીને પિતાની યુદ્ધર યોજનાને શાહીવાદી ભરડે, આખા એશિયા પર ઉતારવાનો આરંભ કર્યો તથા ઈ. સ. ૧૯૫૪ના જુલાઈમાં પ્રચાર શરૂ કર્યો. સપ્ટેબર મહીનામાં મનીલા મૂકામે એ પરિષદ મળી. આ પરિષદમાં સિઆમ, ફિલીપાઈન્સ, અને પાકીસ્તાન ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલીયા, અને ન્યુઝી લેન્ડની સરકારોના પ્રતિનિધિઓ અમેરિકન શાહીવાદનાં લશ્કરી કઠપુતળાં જેવાં ભેગાં થયાં તથા, એશિયાના દેશ માટે, એશિયાના વિમુકત રાષ્ટ્રોની હાજરી વિના અને તેમના પ્રખર વિરોધની પરવા કર્યા વિના, અમેરિકન શાહીવાદે આ યુદ્ધખોર જમાવટની ચેજના કરી દીધી. ભારતના રાજકીય આગેવાન કૃષ્ણમેનને આ યુદ્ધખેર ખરડા વિષે કહ્યું કે, “આ કરારવાળી સીટ' નામની સંસ્થા, કેટલીક શાહીવાદી સત્તાઓ તથા તેમની સાથે હિત સંબંધ ધરાવતી બીજી કેટલીક સત્તાઓ, કોઈ પ્રદેશના
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy