SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એટલાંટિક લશ્કરી ઘટના, અમેરિકા, કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, બેલજીએમ હેલેન્ડ, લકઝેબગ, ડેનમાર્ક, નવે આઈસલેન્ડપાટુંગાલ, ગ્રીસ અને ટરકી નામના ચૌદ દેશની બની. ગ્રીસ અને ટરકીને આ એટલેંટિક યુદ્ધ ઘટનામાં ઉમેરીને એટલેંટિક મહાસાગરની ભૂગોળને ત્યાં સુધી ખેંચી જવામાં આવી. આ ઉપરાંત આ યુદ્ધ ઘટનામાં આડકતરી રીતે, પશ્ચિમ જરમની, પેઈન, જાપાન તથા ઈટાલીને જોડીને, એ દેશમાં શસ્ત્ર સરંજામના ઢગલા એનાયત કરીને અમેરિકન સામ્રાજ્યવાદે એ જુના એવા ફાસીવાદી દેશને યુદ્ધની તૈયારી પર ગોઠવી દઈને, જગતની શાંતિને જોખમમાં મૂકી દીધી. અમેરિકન શાહીવાદે પિતાને આ બધી સરકારેને લેકશાહી સંસ્કૃતિનું નામ આપીને પિતે, આ લેકશાહીને શસ્ત્રભંડાર છે એમ જાહેર કર્યું. આ યુદ્ધખોર લકરી ઘટના પાછળ બીજા વિશ્વયુદ્ધ પછી, સામ્રાજ્યવાદી ઘટના, શસ્ત્રસજજ બનીને આજે ઉભી છે તથા આ દરેક દેશોના શસ્ત્રસરંજામ, અમેરિકન નાણુની ઉદાર સખાવતે વડે અનેક ઘણી ઝડપથી ખડકાય છે. આ સૌમાં સૌથી મોટો શસસાજ અમેરિકાએ સજર્યો છે તથા ત્યાં અણબના ઢગલા ખડકાયા છે. અમેરિકન શાહીવાદનું અદ્રષ્ટ સ્વરૂપ બીજા વિશ્વયુદ્ધ પછી ઇતિહાસની સંસ્થાઓમાં સામ્રાજ્યવાદ નામની વિશ્વપર હકૂમત ચલાવતી ઘટના જગતના મોટા ભાગમાંથી હવે નાશ પામવા માંડી હતી. સામ્રાજશવાદના નાશનો આ આરંભ રશિયામાં સામાજિક ક્રાંતિ સાથે શરૂ થયો. યુરેપના બીજા કોઈપણ દેશમાં અને ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા જેવા શાહિવાદી દેશમાં સામ્રાજ્યવાદી ઘટનાને કેમ ટકાવી રાખવી તેની કાર્યવાહી શરૂ થયા પછી આ કાર્યવાહીમાં અમેરિકન શાહિદે પિતાના સામ્રાજ્યવાદી સ્વરૂપને જગત પર ટકાવી રાખવા માટે સામ્રાજ્યવાદને ને વ્યવહાર શરૂ કર્યો. આ વ્યવહારનું સ્વરૂપ બીજા વિશ્વયુદ્ધ પહેલાં, પહેલાંથી જ શરૂ થઈ ચૂક્યું હતું. આ સ્વરૂપ વિષેની સમજણ ઈ. સ. ૧૯૩૩ના જાન્યુઆરીની ૩જી તારીખે પંડિત જવાહરલાલ નહેરૂએ પિતાની દીકરીને લખેલા કાગળમાં નીચે પ્રમાણે વર્ણવ્યું હતું. એવો ખ્યાલ કરવાની જરૂર નથી કે અમેરિકાનું સામ્રાજ્ય માત્ર ફીલીપાઈન ટાપુઓ સુધીનું જ છે. બહારની દૃષ્ટિએ જોઈએ તે એ સામ્રાજ્ય એટલું જ અમસ્તુ દેખાય છે પરંતુ અમેરીકન શાહીવાદી સરકારે જુની શાહિયાદી સત્તઓના અનુભવોમાંથી તથા તેમની મુશ્કેલીઓમાંથી પાઠ શીખીને સામ્રાજ્ય બાંધવાની જૂની રીતે બદલી છે. અમેરીકન શાહીવાદ કઈ દેશને જેમ બ્રિટને,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy