SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યપૂર્વમાં ડોકીયું સૌથી પહેલી પરાધીન બનાવતા હતા. આવા વિજેતાઓની અંદર અંદરની ઉગ્ર હરિફાઈઓ અહીં જન્મતી હતી. આ ધરતીના ધણિ બનવા માટે જૂના જગતમાં એસીરીયા અને ઈજીપ્ત, બાયઝન્ટીયમ અને ઈરાનનાં સામ્રાજે યુધ્ધે ચડ્યાં હતાં અને સિકંદરે જગત જીતવા નીકળતા પહેલાં આ ભૂમિપર પિતાને પહેલો રણમેર રોપ હતો. પછી આ ભૂમિ ઓટોમન એમ્પાયરની ચાર સૈકાઓ સુધી પરાધીન રહી હતી. પછી યુરેપને શાહીવાદ જગતને જીતી ચૂક્યું અને પહેલું વિશ્વ યુદ્ધ લડવા માટે નીકળી પડ્યું ત્યારે આ ભૂમિને અરધી અરધી વહેંચી લેવા માટે અંગ્રેજી-ફ્રેંચ શાહીવાદે “સીકસ–પીકેટ” કરાર નામને ખાનગી કરાર કર્યો હતે. લુટારૂઓએ કરેલી આ ખાનગી એજના પ્રમાણે વિશ્વ યુદ્ધ પછી તરતજ સીરીયા અને લેબોન પર ફેંચ શાહીવાદને “મેન્ડેટ આપવામાં આવ્યો. પરંતુ વિશ્વઈતિહાસનું જનપરિબળ આ વિશ્વયુદ્ધ પછી વિમુક્તિની હિલચાલનું આરંભનું આંદોલન જન્માવતું હતું. એટલે આવાં ખાનગી કરારનામાંનાં કાગળીયાં કચરાની ટોપલીમાં નખાઈ જવાનાં હતાં. શાહીવાદની જગતભર ઉપર જકડાયેલી શંખલાને એક અંકેડ વિશ્વયુદ્ધના ઉપસંહારમાંજ રશિયાની સામાજિક ક્રાન્તિએ તેડી નાખે તથા શાહીવાદી ઘટનાના શરીરના એકએક અંકેડા હવે તૂટવાની આંતરરાષ્ટ્રિય કાર્યવાહીની શક્યતાની સીરીયાએ પણ ઈતિહાસની આ નૂતન કાર્યવાહીને આરંભ પોતાને ત્યાં, કરીને ઇ. સ. ૧૯૨૫માં વિશ્વ ઈતિહાસમાં પિતાનું નામ નેંધાવી દીધું. સીરીયાની વિમુક્તિના નુતન ઇતિહાસના ગૌરવ જેવો એ ઈતિહાસના આરંભથી જન્મ પામેલી ઈતિહાસની ઊજવળ રેખાઓમાં ઓતપ્રોત બને, શુક્રી–અલ-કુવાતલી નામનો સીરીયાને પ્રમુખ છે તથા આરબ વિમુક્તિની હિલચાલને એ પિતા છે. - શુક્રી–અલ-કુવાતલી, ઈ. સ. ૧૮૯૧ માં સીરીયાના પાટનગર દામાસક્સમાં જનમે. દામાણસ અને ઈસ્તંબુલમાં શિક્ષણ પામીને ઈ. સ. ૧૯૩૦ થી એના જીવનની રેખાઓ આરબ મુક્તિની હિલચાલ સાથે એકમય બની. પહેલા વિશ્વયુદ્ધ પછી તરત જ આરબ વિમુક્તિનાં ભેમભિતર મંડળો સીરીયામાં બંધાવા માંડ્યાં. સીરીયા પરની ફ્રેંચ શાહીવાદી હકુમતે, કુવાતલી તથા એના સાથીદાર સામે દેહાંત દંડની શિક્ષા જાહેર કરી. ઈ. સ. ૧૯૨૪ માં ફ્રેંચસરકારે સીરીયાને સુધારા એનાયત કર્યા, અને કુવાતલી પરની દેહાંત દંડની શિક્ષા પાછી ખેંચી લીધી. નવી સરકારમાં કુવાતલી પ્રધાનપદે ચૂંટાયા, પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું. કુવાલીના રાષ્ટ્રિય પક્ષે ત્યારપછી સંપૂર્ણ આઝાદીની જાહેરાત કરી. આઝાદીની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy