SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા અને જૂના ત સાથેના લેક વિરોધી કાવતરાં મારફત ઈજીપ્તનું શેષણ ચાલુ રાખવા માગતું હતું, તથા તે ચાલુ રાખવા માટે ઈજીપ્ત પરનાં પિતાનાં લશ્કરી મથકે, અને આર્થિક શોષણનાં કેન્દ્રોને ટકાવી રાખવા માગતું હતું. સિત્તેર વર્ષથી શરૂ થયેલી વિમુક્તિની લડત પરંતુ ઈ. સ. ૧૮૮૨ થી ઈજીપતે પિતાની વિમુક્તિની હિલચાલને શરૂ કરી દીધી હતી. આ હિલચાલનું મુખ્ય રૂ૫ અંગ્રેજી શાહીવાદનાં ઈજા પરનાં લશ્કરી થાણુઓને પિતાની ભૂમિ પરથી દૂર કરવાનું હતું. ઈ. સ. ૧૯૨૨માં અંગ્રેજી શાહીવાદે ઈજીપ્તની પિકળ આઝાદીની જાહેરાત કરી અને પિતાના લશ્કરી મથકેને ઈજીપ્તની ભૂમિ પર ટકાવી રાખવા માટે બીજી બાજુથી આ આઝાદી પર લશ્કરી કાયદે જાહેર કર્યો. પછી ઈ. સ. ૧૯૩૬ સુધી આ સામે લડત ચાલી ત્યારપછી અંગ્રેજી શાહીવાદે એ સાલમાં પિતાનાં લશ્કરી થાણુઓ કેરે અને એલેકઝાંડ્રિયા નામના ઈજીપ્તના પાટનગરમાંથી ખસેડયાં. પણ ત્યાંથી ખસેલે લશકરી શાહીવાદ સુએઝ નહેરના પ્રદેશમાં પગ રોપીને ઉભે, અને સુદાનમાંથી પણ નીકળવાનો એણે ઇન્કાર કરી દીધા. ઈજીપ્તની ભૂમિ પર સુએઝ નહેરના પ્રદેશ પર ઈજીપ્ત વાસીઓનાં લેહી રેડાયા પછી ઈ. સ. ૧૯૫૧ સુધી અંગ્રેજી શાહીવાદે એ પ્રદેશને ખાલી કરવાની ના પાડી. ઈ. સ. ૧૯૫૨ માં ઇજીપ્તની સરકારે રાષ્ટ્રસંધમાં આવીને શાહીવાદી પચાઉની નીતિ સામે ફરિયાદ કરી. ઈજીપ્તભરમાં લેક હિલચાલ જાગી ઉઠી. ઈ. સ. ૧૯૫૨ માં ઈજીપ્તના ઈસમાલીયા પ્રદેશ પર અંગ્રેજી ટુકડીઓએ હલ્લે કર્યો. કેરો નગર ઈજીપ્તની લેક હિલચાલથી હચમચી ઉઠયું. શાહીવાદની ખુશી ખુશામત કરતી વફદ સરકારને બરતરફ કરવાની ઈછતના રાજાને ફરજ પડી. પણ પછી શાહીવાદી હકુમત નીચે આખા દેશ પર ભયંકર દમન શરૂ થયું. ત્યાર પછી ઈ. સ. ૧૯૫રના જુલાઈના ર૭મા દિવસે જનરલ નજીબની સરદારી નીચે ઈજીપ્તના લેકેએ બળવો કર્યો. રાજા ફારૂકને પદભ્રષ્ટ કરવામાં આવ્યો અને જનરલ નજીબની લશ્કરી સરમુખત્યારીએ અંગ્રેજી શાહીવાદનાં લશ્કરી થાણુને સુએઝ નહેરને પ્રદેશ ખાલી કરવાની ફરજ પાડી. પરંતુ એમ કરતાં નજીબની સરમુખત્યારી, અમેરિકન શાહીવાદી પકડ નીચે આવી ગઈ. અંગ્રેજી શાહીવાદની ખાલી પડેલી જગા પર અમેરિકન શાહીવાદના દેરી સંચારને ઈજીપ્તની આઝાદીને ધૂળમાં રગદોળી નાખે તેવા સંજોગો ઉભા થયા. ત્યારે, આ સરમુખત્યારશાહી સામે, નાસેરની આગેવાની નીચે લેકેએ બળ કર્યો. જનરલ નજીબને પરાજ્ય થ અને નાસરે ઈજપની વિમુકિતને ઝડ આ પ્રાચીન રાષ્ટ્ર પર ફરકાવ્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy