SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૩ મધ્યપૂર્વમાં ડેકીયું મધ્યપુર્વને પહેલે દેશ, ઈજીપ્ત આફ્રિકાની કિનારી પર આવેલે, વિશ્વ ઈતિહાસની પહેલી સંસ્કૃતિનાં પારણા ઝુલાવનાર આ ભૂમિ મધ્યપૂર્વમાં પણ ગણાય છે. મધ્યપૂર્વને આજે સૌથી અગત્યને દેશ ઈજીપ્ત બને છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિમુકિતનું નિશાન ધારણ કરીને ગધ્યપૂર્વના ઉત્થાનના તારક જે આ દેશ સૌથી આગલી હરોળમાં કૂચ કરતા માલમ પડે છે. આજે મધ્યપૂર્વના આરબ માનનો એ આગેવાન ઈજીપ્ત સંસ્કૃતિ અને સંસારની દ્રષ્ટિએ આરબ દેશ છે. આ આરબ દેશની ઈજીપશીયન ભૂમિ પરથી જગત ભરમાં, “આબેને અવાજ” નામને બોડકાસ્ટ સંભળાય છે. આ અવાજ સાંભળતાં આરબ માનવ સ્મિત ફરકાવતા આનંદની ઉષ્મ ધારણ કરીને એ અવાજને જવાબ દે છે, “તુંજ અમારો અંતરનાદ છે, અમારા અંતરને જ તું અવાજ છે !” જગત પર સંભળાય છે તેવા વોઇસ ઓફ અમેરિકા” જેવા અવાજેથી ઘણે જૂદો આ અવાજ છે, આ અવાજની ભાષા આરબ મા-ભેમની જબાન બેલે છે. આ અવાજને અંતરનાદ એલજીરીયા, એડન, બેહરીનની વિમુક્તિની માગણીની યાદ આપે છે કે, “તું ઈજીપશીયન, જો મુકત હોય, અને તારે આરબ બાંધવ, ઈરાકમાં, જે ગુલામ હોય તે, તું, મુક્ત નથી. વિમુક્તિની તસ્વીરમાં, જે તડ પડી હશે તે, તે ગમેતેવી નાની તડ પણ આખીય આરબ મા-ભોમની વિમુકિતને વણસાવી મૂકશે.” આવે, આરબ અવાજ જન–પ્રદેશને અવાજ બનીને સૈકાઓ પછી, વિમુક્ત એવી ઈજીપ્તની ભૂમિ પરથી સંભળાય છે. ઈજીપ્તમાં ઈતિહાસ ભજવાય છે બીજા વિશ્વયુદ્ધ પછી શાહીવાદે નવું રૂપ ધારણ કર્યું હતું. શાહીવાદનું આ નવું ૩૫ હવે જ્યાં શક્ય હોય ત્યાં, પિતાના રાજકીય હાકેમ મારફત સીધી રીતે શાસન ચલાવવા કરતાં, તે પ્રદેશોમાં ભેદનીતિનાં કાવતરાં રચીને તે, પ્રદેશોમાંનાં પ્રગતિ વિરુદ્ધ રજવાડાં કે જૂથે મારફત પિતાનું આર્થિક અને રાજકીય વર્ચસ્વ ટકાવી રાખવાનું બન્યું. અંગ્રેજી શાહીવાદે હવે આવી હકુમત ટકાવી રાખવા અમેરિકન શાહીવાદની આગેવાની સ્વીકારી લીધી હતી. આખા આફ્રિકા પર આ રીતને ન અધિકાર ટકાવી રાખવાનું કામ ઈજીપ્તની અંદર પણ શરૂ થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ પછીની શાહીવાદી કાર્યનીતિનું આ નવું સ્વરૂપ ઈજીપ્ત પર પિતાની પકડ જમાવી રાખવાનું હતું. પરાજીત બની ચૂકેલી શાહીવાદી ઘટનાનું આ સીધું નહીં પણ આડકતરૂં શાસન, ઈજીપ્તને આઝાદી આપવાને ઉપચાર પણ કરતું હતું અને તેની સાથે ઇત સાથેની જુની સંધીઓ, કરાર,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy