SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા પિતાની પર્વતમાળમાં ભરાઈને, કુદરતના વનવાસના વેરાનને સ્વીકાર કરીને, મા-ભોમની વિમુક્તિ માટે લડનારાં પંદર હજાર એલજીરીયનની આઝાદીનાં લડવૈયાંની લેકફજ ફ્રેંચ શાહીવાદની લશ્કરી તાકાત સામે અને અમેરિકન શાહીવાદના શસ્ત્રસાજ સામે મુકાબલે કરવા નીકળી ત્યારે ઈ. સ. ૧૯૪૭ની સાલ હતી. દશ વરસથી એલજીરીયાએ માંડેલા મુક્તિ સંગ્રામ નીચે, એંશી લાખ આરબ વતનીઓનાં પંદર હજાર દિકરાદિકરીઓએ પેટાવેલી વિમુક્તિની યેત આજ પર્યત લડતી રહી છે. દશ વરસના અરસામાં આ વિમુક્તિના સંગ્રામમાં ભરવસ્તીમાંથી ઉઠાવી લઈને, હજારે, નરનારીઓ અને યુવાન યુવતિઓને વિંધી નાખવામાં આવ્યાં છે. આ પ્રદેશ પરનાં સેંકડે ગામને સળગાવી મૂકવામાં આવ્યાં છે. અસંખ્ય માનવને તેમની આ માતૃભૂમિ પરથી તારાજ કરી નાખવામાં આવ્યાં છે. છતાં, એંશીલાખ આરબ માનનાં દિકરાદિકરીઓની વિમુક્તિની જ્યોત, દશદશ વરસની યાતનાઓ અને સર્વ સંહારની અગ્નિપરિક્ષાઓ વટાવીને, આજે પણ, ઈ. સ. ૧૯૫૭ના માર્ચ મહિનામાં સળગતી રહી છે તથા જગતભરમાં, વિશ્વ ઈતિહાસની જીવતી મશાલ બનીને, વિશ્વશાંતિનું આવાહન કરતી, વિશ્વ-વિગ્રહની શાહીવાદી કાર્યવાહીના રસ્તા વચ્ચે, યુરેપના અંધકારમય શાહીવાદી જગતને ડારતી અણનમ ઉભી છે. ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ શું કરે છે ? • સંયુકત રાષ્ટ્રસંધમાં, અંગ્રેજી શાહીવાદ અને અમેરિકન શાહીવાદ મહાન પાંચ સત્તાઓ પૈકીની ત્રણ માંધાતા સરકારો છે. ચોથી માંધાતા સત્તા અને મહાન સત્તા, રાષ્ટ્રચીન, નામની ફર્મોસા નામના ટાપુમાં બેઠેલી, અમેરિકન શાહીવાદે ખપ કરીને સાચવી રાખેલી, મહાન ચીન દેશના બદલામાં, રાષ્ટ્રસંધમાં મહાન તરીકે બેસાડી રાખેલી, ચાંગ-કાઈ-શેક નામના ચીની દેશ દ્રોહીની સરકાર સભ્ય છે. પાંચ મહા સત્તાઓ જેની પાસે વેટ પાવર છે તેમાંની આ ચાર મહાસત્તાઓ ઉપર ગણવેલી તે છે. એટલે ઈ. સ. ૧૯૫૬માં એલજીરીયાને સવાલ સંયુકત રાષ્ટ્રસંધમાં ચર્ચા માટે આવ્યો છે, પરંતુ, પિતાના આ ઘર અંદરના” સવાલને જાહેરમાં મૂકવા માટે છંછેડાઈ ઉઠીને મહાન એવા ફ્રેંચ સભ્ય “કઆઉટ' કર્યો. પછી આ વોકઆઉટ કરી ગએલા સભ્યને પાછો લાવવા, તેને રિઝવવા માટે, એલજીરીયાના સવાલને સંયુક્ત રાષ્ટ્રસંઘે કાઢી નાખે. એટલે ફ્રેંચ સભ્ય પાછો પ્રવેશ કર્યો. વીશમા સૈકાના જગતમાં એશિયાનો બાંધવખંડ-આફ્રિકા આફિકા નામના અંધારામાં રહેલા અને અજ્ઞાત રહેલા આ પૃથ્વી પરના એક વિશાળખંડને શોધી કઢાયાને સૈકાઓ પસાર થઈ ગયા, છતાં આજ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy