SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ હિન્દીમહાસાગરનું રાષ્ટ્રમ`ડળ અને આફ્રિકાનું ઉત્થાન 480 હવે આટલા વરસે ફ્રાન્સના મહારાજા, ત્યારે થયેલા અપમાનનું વેર વાળવા એલજીરીયા પર આક્રમણ કરવા માગતા હતા. ઇ. સ. ૧૮૩૦ માં એલીજીરીયાના કાંઠા પર ફ્રેંચશાહીવાદ્ના આક્રમક કાલા લંગરાયા. એલજીરીયાનાં માનવા, આઝાદી ખાતર સત્તર વરસ સુધી લડયાં અને પરાજ્ય પામ્યાં. ઇ. સ. ૧૮૪૭ માં એલજીરીયા ફ્રેંચ અધિકાર નીચે આવી ગયા, અને આ પ્રદેશ પર ફ્રેંચ સામ્રાજ્યના ઝંડા રાષાયા. આખા પ્રદેશ પર એલજીરીયન ધરતીનું શેાધ્યુ શરૂ થઇ ગયું. આખા એલજીરીયાની જમીનની અંદરી ધાતુઓની બધી દાલત ફ્રેંચ શાહીવાદની માલકીની બની ગઇ અને ઉલેચાવા માંડી. આખા એલજીરીયા પરની બધી ફળદ્રુપ જમીનપર ફ્રાન્સ દેશમાંથી દશલાખની સંખ્યાવાળી ફ્રેંચ ગારી વસાહતને પ્રદેશપર વસાવવામાં આવી તથા, આ વસાહત આ ધરતીપરનાં હુમેશનાં રાજન્યાના વર્ગબનીને રહેવા માંડયા. પણ જોતજોતામાં તે એક સેા વરસનાં વહાણાં વાઇ ગયાં. એકસે વરસમાં યુરાપના શાહીવાદીએ એ વિશ્વયુધ્ધાના સહાર આ પૃથ્વીપર ઊતારી દીધો. આ સહારમાંથી પસાર થઈને શાહીવાદી કમઠાણુ ઢીલું થઇ ગયુ અને તેમની એશિયા અને આફ્રિકાની ગુલામ પ્રજા બળવત્તર ખનીને આઝાદીની અસ્મિતાને ધારણ કરીને, વિમુક્તિની હિલચાલની રચના કરીને, પોતપાતાની ભૂમિપર, પગભર થઈને ઉઠી. આ પ્રજાએએ પેાતપેાતાના પ્રદેશપરના શાહીવાદી અધિ કાશને આખરીનામાં આપ્યાં, એલજીરીયાએ પણ એવીજ માગણીની રણહાક ગવીને ફ્રેંચ શાહીવાદી સરકારના, સામ્રાજવાદી વડા પ્રધાનને પડકાર કર્યાં. બરાબર એકસે વરસ પછી, આઝાદીની લડતમાં પુનરૂત્થાન પામતી ઇ. સ. ૧૯૪૭ સુધીમાં, એલજીરીયાની ધરતી, નૂતન પ્રાણુથી ધમધમી ઉઠી. બરાબર આજ અરસામાં, યુનીસીયા અને મારાક્કોએ તથા ઇન્હેંચીને પણ ફ્રેંચશાહીવાદ સામે વિમુક્તિની હિલચાલ આરબી. મારાકો અને યુનીસીયામાંથી ફ્રેંચ શાહીવાદ પરાજય પામીને પાછા હટયા. ઇન્ડા-ચીનમાં પણુ જીવ સટાસટની લડાઇ કરીને, ફ્રેંચ શાહીવાદનાં લશ્કરાને પરાજય પમાડીને, ભગાડવામાં આવ્યાં. પરન્તુ અમેરિકન શાહીવાદ ઇન્ડા ચીન પરના અરધા પ્રદેશ પર ફ્રેંચ શાહીવાતે ટકાવી રાખવા પૂરતા સફળ નિવડયેા. યુરેાપના શાહીવાદની ઘટનાના આગેવાન, અમેરિકન શાહીવાદે રચેલી શાહીવાદી લશ્કરી જૂથની નાટા નામની લશ્કરી રચનાએ એલજીરીયાપર મહાસંહાર રચવાની તાકાત ફ્રેંચ શાહીવાદના હાથમાં મૂકી દીધી. ફ્રેંચ શાહીવાદે ચાર લાખનું ફ્રેંચ લશ્કર અમેરિકન શસ્ત્રસાથી સજીને એલરીયાપર ઉતાર્યું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy