SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ વિશે ઈતિહાસની રૂપરેખા માનવ આખરી નીરધારના પગ દંડા જે ઉભે. એને કોઈએ પૂછ્યું હતું કે માઉ માઉ શું છે ?” ત્યારે ધીર ગંભીર નજરમાં યાતનાની એકતાનતા ઠાલવતે એ કહેતે હતો, એવું કંઈ જ નથી આ ધરતી પર..એ તે જે અહીં છે તે, “કાઉને (K-A-U) ગરદન મારવાની તરકીબ રચીને અંગ્રેજી શાસને બહારના જગતને ભડકાવી મૂકવાનો એક મિથ્યાશબ્દ રચ્યો છે. એ મિયા શખું જુઠાણું જતુ રહેશે અને “કાઉ” અમર છવશે.” શું છે, આ (K-A-U) કાઉ?” આ ધરતીમાંથી ઉગેલું આ ધરતીની જનેતાનાં ધાવણ ચૂમતું એ અમારૂં સંગઠન રૂપ છે. એનું આખું નામ “કેન્યા આફ્રિકન યુનીયન છે.” કેન્યા આફ્રિકન યુનીયનના પ્રમુખ જે કેન્યાટાએ આફ્રિકાની પૂર્વ ધરતી પર વિમુકિતની સંસ્કાર હિલચાલ શરૂ કરી. આ હિલચાલ પર વિમુકિતને પાયે રચવા એણે “કેન્યા ટીચર્સ કેલેજની સ્થાપના કરી. આ વિદ્યાપીઠનો પોતે પ્રમુખ અથવા કુલપતિ બને. આ કુલપતીએ, પૂર્વ આફ્રિકા પર રાષ્ટ્રિય શાળાઓની રચના કરી. આ પ્રમુખની શિક્ષણ સમિતિઓએ શિક્ષ ને નૂતન અભ્યાસ ક્રમ ધારણ કર્યો તથા, આફ્રિકાની વિમુકિતને સંસ્કારના આ પાયા પર ગોઠવી. આ શિક્ષણનું રૂપ લેક વ્યવહારના શિક્ષણનું પણ બન્યું. શિક્ષણની આ ક્રાતિએકીબુ પ્રદેશ પર નવી જાતની ખેતીને કાર્યક્રમ અપનાવ્યો. શિક્ષણ અને લેક વ્યવહારનું વૈજ્ઞાનિક રૂપ ઘડનાર આ સંસ્કાર સ્વામીની રાહબરી નીચે વિમુકિતનું હવામાન રચાવા માંડ્યું. શિક્ષણના સંસ્કારે નવી માનવતાની રાહબરી નીચે નવાં ખેતરેનું સરજન કર્યું. આ નવા ખેતરનું રખોપું કરતા, ઉત્તરમાં ઉભેલા માઉન્ટ કેન્યા તથા ટાંગાનીકાની ભૂરી પર્વતમાળ દક્ષિણનાં મેદાન સુધી નૂતન ઉથાનની ઉમા ધારણ કરતી દેખાય છે. આ બધાં ઉત્થાનનું કેન્દ્ર પેલી શિક્ષક તાલીમની વિદ્યાપીઠ બની છે. આ વિદ્યાપીઠે, એક હજાર વિદ્યાર્થીઓ રહી શકે અને ભણી શકે તેવી ઝુંપડીઓની જમાવટવાળી નૂતન શાળાઓની ત્યાંજ રચના કરી. એક હજાર વિદ્યાર્થીઓને વિમુકિતનું અધ્યયન કરાવતે કુલપતી, જે કેન્યાટા પૂર્વ આફ્રિકાના માનવ સમુદાયને કુલપતિ બન્યા. ત્યાર પછી આ કુલપતિએ સંસ્કાર વિતરણના આ પાયા પરથી, કેન્યા આફ્રિકા યુનીયનની રચના કરી અને પોતે જ આ વિશાળ લેક સમુદાયની સંસ્થાના પ્રમુખપદની જવાબદારી ધારણ કરી. પૂર્વ આફ્રિકા પર સંસ્કાર વિતરણનું રૂપ વિમુક્તિની હિલચાલનું બન્યું. એ હિલચાલમાં હજારો યુવાને કેદ પકડાયાં. આજે જે કેન્યાટા પણ અંગ્રેજી કારાગારમાં જીવે છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy