SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદીમહાસાગરનું રાષ્ટ્રમ’ડળ અને આફ્રિકાનું ઉત્થાન " છતાં ઇ. સ. ૧૯૨૩થી આ પૂર્વ પ્રદેશપર પણ વિમુક્તિની નમ્ર હિલચાલ શરૂ થઇ ચૂકી છે. ઇ. સ. ૧૯૩૯માં મેાંખાસાનાં શ્રમમાનવાએ પેાતાની ભયાનક એવી કંગાલ જીવનદશા સામે સામાન્ય હડતાલ પાડી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી આવી હિલચાલેાના છૂટક બનાવે એ બંધારણીય રૂપ ધારણ કર્યું. વિમુક્તિની આ વિનમ્ર હિલચાલનું બંધારણરૂપ, “ કેન્યા આફ્રિકન યુનીઅન ” નામનું ઇ. સ. ૧૯૪૩માં ધડાયું. સમસ્તપૂર્વના પ્રદેશની નીગ્રો જનતાએ આ યુનીયનને પાતાનું બનાવ્યું. આખા પૂપ્રદેશપર આ માનવમુક્તિના ઉત્થાનની દારવણી કરવા આ સમુદાયમાંથી અનેક આગેવાના ધડાયા. આ આગેવાનામાં જોમા કેન્યાટા, માથુ, ગીસુરૂ, ખામીસી, કાઇનાંગ, અને એતેકાનાં નામ આખા પ્રદેશપર ગાજી ઉઠયાં. - ફેસીંગ માઉન્ટ કેન્યા છ ઃઃ ૩૬૧ tr ', ઉપરના નામનું પુસ્તક એણે હમણાં જ પ્રગટ કર્યું હતું. આ પુસ્તકના લખનાર, જોમા કેન્યાટા, “ ન્યા આફ્રિકન યુનીઅનનેા ” પ્રમુખ છે. આજે એ અંગ્રેજી કારગારમાં જકડાઇ ગયેા હૈાવા છતાં, વિમુક્તિની ધમણ જેવા, લેાકજીવનમાં એના પ્રાણ ધીખે છે. આજે છેલ્લાં ચાર વરસમાં જ પચાસ લાખની વસ્તીમાંથી હજારાને ગીરફતાર થયા છતાં, તથા સેંકડાને વિંધી નાખ્યા, પછી પણ, અંગ્રેજી હુકુમતે જેમને અનેક જમાનાએથી નીગ્રા રીઝવ'માં જકડી રાખ્યાં હતાં તે માનવા આજે ઉત્થાનની યાતનામાં છવાઈ જતા છતાં, વિમુક્તિના નિરધારને પેાતાની જીંદગી સાથે વણી લે છે. આ વાટને જ જેણે પેાતાનું જીવન ઈ દીધું છે તે લેાકનેતાનું નામ જોમા કેન્યાટા છે. “ ફ્રેસીંગ માઉન્ટ કેન્યા ” પરની જમીનપર અનેક ઝુંપડાઓને આશ્રમ જમાવીને એ ઇ. સ. ૧૯૪૪થી આ ધરતી પર બેઠા હતા. જોમાકેન્યાટાની સંસ્કાર હિલચાલ કીયુ નામના આફ્રિકન સમુદાયમાં એને જન્મ થયા. એણે પેાતાના પ્રદેશ પરની ગુલામ દશા પર હુકુમત ધરાવતી ગારી પ્રજાઓના દેશા દેખ્યા છે. ત્યાં જ એણે આ પ્રજાનાં દર્શન કર્યાં પછી પાતાની મા–ભેામ પરની આ પરદેશી હકુમતી ઘટનાને દૂર કરવા નિરધાર ધડયા છે. પછી ઇ. સ. ૧૯૪૦ માં એણે આ નીરધારના આકાર ધડવા માઉન્ટ કેન્યાની સામેના પ્રદેશ પર, કીયુ માનવાના વસવાટ પર પેાતાને મુક્તિ પ્રયાગ શરૂ કર્યાં. આ પ્રયાગની રંગભૂમિ પર એક નટ જેવા, માટી વિશાળ આંખાની રતાશ ચમકાવતા, સેાનેરી રીસ્ટ વાચ પહેરેલા, વિશાળ કદના હાથી જેવડા આ પૂર્વ આફ્રિકન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy