SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને પિતામહ ઈજીસ ૪૭ આ જીવન ઘટમાળ માટે જીવનની વાસ્તવતા જીવતરની આશાઓ અને ઊમેદો નથી, પણ મેત પછીનાં સ્વને છે. સંસ્કૃતિના મૂલ્યના આ સિક્કાની બે બાજુઓ પર બે છાપ દેખાય છે. એક છાપમાં પ્રાચીન જગતને શ્રમભારથી થાકી ગયેલ દુ:ખી ગુલામ માનવ ઉભે છે. આ માનવનું રૂપ વિરાટ ઈમારતમાં હજાર વર્ષ સુધી આજે પણ જીવતું ઊભું છે. એના શ્રમની યાતનાઓએ જે બધું બનાવ્યું છે તે તમામ રાચરચીલાની કિંમત કરતાં એના વ્યક્તિત્વની કિસ્મત ખૂબ ઓછી અને નીચી અંકાઈ છે. એના ચહેરા પરની છાયામાં અસલામતીની ચિંતાને ભાર અસહ્ય છે, છતાં એ સંસ્કૃતિને બેજ વહ્યો જાય છે. સંસ્કૃતિના આ સિક્કાની બીજી બાજુ પરની છાપ મેત પછીની દુનિયાની છે. દુઃખી માનવસમુદાય માટે વાસ્તવ જીવનની જીંદગીમાં દુઃખ ર્દદ અને ભૂખમરા સિવાય બીજું કશું નથી. યાતના જેવું આ જીવન, મરણ પછીનું સ્વર્ગ ઝંખે છે. અથવા મરણની દુનિયામાં જ સલામતી શાંતિ અને આનંદ પામવાની ઈચ્છા રાખે છે. એને ચિત્તની ક્રિયા કરવાની કે જ્ઞાન પામવાની મના કરવામાં આવી છે. વાસ્તવ જગત વિષે જ્ઞાન પામવાનું કોઈ પણ સાધન એને માટે કાયદેસર ગણાતું નથી. જે જીવનવાસ્તવતા અથવા સત્યની આરાધના કરવા એ સત્યને અને ચિત્તને આરાધે તે ભારતવર્ષના શંબુકની જેમ એને શિરચ્છેદ થઈ જાય છે. જ્ઞાનને શિરચ્છેદ કરનારું આ પરિબળ રાજ્ય અને પુરેહિતેની જાલીમ ઘટમાળવાળું છે. ઇજીપ્તની જીવન ઘટનામાં પુરોહિતેના વગે જ્ઞાનનો પ્રવાહ પિતાના વર્ગમાંથી બહાર કોઈપણ ઠેકાણે ન જાય અને અજ્ઞાનના ઈજારાને સર્વ અધિકાર પિતાની પાસે જ રહે તેની બધી જોગવાઈ એક્કસ રીતે કરી નાંખી - છે. છે. જેમ ભારતમાં તેમ ઈજીપ્તના પણ માનવસમુદાયના અજ્ઞાન વડે અંધ રખાયેલા જીવનવ્યવહારની સામે જ્યાં ને ત્યાં અજ્ઞાતની દીવાલ ઉભી કરવામાં છે. આ અજ્ઞાતને અર્થ અપવાનો ઈજારે પુરોહિત અથવા બ્રાહ્મણ વર્ગને જ છે. એટલે આખો માનવસમૂદાય ઘરની બહાર નીકળતાં શુકન અથવા અપશુકનથી માંડીને તે જીવતરની બહાર ધકેલાઈ જતાં મૃત્યુ ઘરમાં જતાં સુધી પુરોહિતેના જાઓ અને જૂઠાણુઓ નીચે રહેસાયા કરતો હોય છે. આવી ઘટમાળ નીચે વિશ્વઈતિહાસમાંથી ઈજીપતના સામ્રાજ્યને નાશ થયા પછી પ્રાચીન સંસ્કૃતિના મૂલ્યાંકનને આ સિક્કો ઈજીપ્તમાંથી ભારતની જીવન ઘટમાળ સુધી અથવા ચીન ભારતની જૂની સંસ્કૃતિઓના આવા વ્યવહારની ઘટમાળમાં ચલણી નાણું બનીને વટવાયા કર્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy