SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રખા પિરામીડે પડ્યા છે અને બેન”ની પીરામીડની ગોદમાં બેઠેલે આ “ર્ફિકસ” ઉન્નત ડેક પરની અદ્દભૂત નજર વડે ક્ષિતીજની પેલી પાર દેખવા મથે છે. જ્યારે બુદ્ધ અને ઈસુ જન્મવાને હજાર વર્ષની વાર હતી ત્યારે ઈતિહાસની સમયશીશી હેય તેવી આ નજર દૂર દૂરના અવકાશમાં અને સમયના અંતરિક્ષમાં ગરકાવ થઈ જઈને કંઈક વાંચે છે. અંતરિક્ષના ઊંડાણમાં અક્ષર ઉકેલતી અનિમીશ નજર ઈજીપ્તના કાળભગવાનની આ ગહન નજર છે. વિરાટ જેવી પ્રતિમાની આ આંખે પલકારો માર્યા વિના તમને જોતી છતાં દેખ્યા વિના દૂર દૂર કંઈક શોધી રહી છે. સમયને પ્રવાહ જેવી એની નજરના ઘેડાપૂરમાં પાણીના અસંખ્ય બંદોને બનેલે પેલે ઘૂઘવાતે સાગર દેખાય છે. રેતીને અસંખ્ય કણેનું જેનું કલેવર છે એ ઈજીપ્તને રણ મહાસાગર પણ આ નજરમાં વંટોળિયા જેવો દેખાય છે. વિરાટની આ નજર ઈજીપ્તના માનવસમુદાયના સંધમાનવના ધબકારા વડે જાણે એકધારી બનીને ધબકી ઉઠી છે. એની નજરમાં એક ઘડીમાં જન્મતું અને ઈતિહાસની બીજી પળે મરણ પામતું એકાદુ માનવી નથી દેખાતું. પણ આ નજરમાં અખંડ જન્મતે અને અટક્યા વિના વિકાસના કદમ ભરતે માનવસમુદાય લકવણઝાર જે આગળ વધતે દેખાય છે. આ લેક વણઝાર યુગયુગના ડગલાં ભરતી ઈતિહાસની અને સંસ્કૃતિની અતિ પ્રાચીનતાને સિક્કો પહેરીને આગળ વધે છે. સંસ્કૃતિના સિક્કાનું મૂલ્યાંકન સંસ્કૃતિનું મૂલ્યાંકન ઈજીપ્તના ઈતિહાસના અનુસંધાન સાથે ક્રીટ, મેસોપોટેમિયા, એસિરિયા બેબિલેનીયા ચીન અને ભારતમાં જ્યાં જમા થયું ત્યાં સમકાલીન રૂપની એક સરખી છાપવાળું માલુમ પડ્યું છે. સંસ્કૃતિના આ સિક્કા પરની છાપમાં માનવસમુદાય ગુલામ બનેલે પ્રાચીન શ્રમમાનવ છે તથા આ શ્રમની જંગી આકારવાળી ઘટમાળ રચતે ઈજીપ્તને જાલીમ શહેનશાહ માનવસમુદાયની ખાંધ પર બેઠા છે. આ શહેનશાહતની પાંખો બનેલી પુરે હિતે અને રાજાની એક મોટી જમાત છે. આ જમાતના હાથમાં શહેનશાહતના રાજદંડની બધી હીલચાલ આવી ગઈ હોય છે. આ રાજદંડનું શાસનરૂપ એક ધારી અને અંધ એવી આજ્ઞાધારકતાના કાનૂનવાળું છે. ' જીવનની આવી ઘટમાળ જેવા સામ્રાજ્યનાં બધાં સાધને જાણે મતની આરાધના માટે કામે લાગી ગયાં છે. અસંખ્ય યુગ સુધી માનવ સમુદાયો મેતના પડખામાં અને પડછાયામાં રહીને જીવે છે. આ સંસ્કૃતિની ઈમારતે અને કલાકૃતિઓ પણ મતની જ આરાધના માટે નિર્માય છે. ઈજીનના આ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy