SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદીમહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન ૬૫૭ આફ્રિકાના અહીંના માનવ સમુદાય માટે તથા, ભારતથી ત્યાં ગએલાં પ્રજાજનો માટે અથવા તમામ ગૌર શિવાયના રંગવાળાં સમુદાય માટે પેલી પશ્ચિમની સામ્રાજ્યવાદી લેકશાહીએ નક્કી કરેલી ફરજે છે અને શિક્ષાઓ છે. પચીસલાખની વહીવટીતંત્રવાળી સરકારને, આ માનવ સમુદાએ કેરળા ભરવાના છે, ભારે મિલકતવેરા ભરવાના છે. આ સૌએ યુરોપીયન ઉચ્ચ માનવને અડી ન જવાય તેવી રીતે પોતાની જાતને ભંગીઓ અથવા સેગ્રેગેટેડ' જાતિઓ તરીકે પિતાની જાતને સ્વીકારીને તેમને માટે અલાયદી રખાયેલી જગાઓ પર અલાયદા વાસમાં વસવાટ કરવાનું છે. આ બધા રંગીન માનવ સમુદાય અથવા ભંગીઓ માટે બેસવાની પાટલીઓ જુદી હોય છે, ભણવાની શાળાઓ જુદી હોય છે, ટ્રામની રાહ જોવાનાં સ્ટેન્ડ, તથા સ્ટેશનમાં બેસવાની જગાઓ અને વાહનોમાં બેસવાની જગાઓ જુદી હોય છે. બાગબગીચાઓમાં કે હરવા ફરવામાં તેમને માટે અલગ રસ્તાઓ વિગેરે હોય છે. આ ઉપરાંત વધારે શરીર શ્રમવાળાં, ઓછી આવકવાળાં, તથા કંટાળા ભરેલાં કામ કરવાની આ સમુદાયની ફરજ હોય છે. આ રંગીન સમુદાયમાં ખાસ કરીને કાળાં મૂળ વતની માન માટે, જમીન પરની ખેતીની મજુરી તથા સેનાની ખાણોની અંદરની મજુરીને વ્યવસાય મુખ્ય છે. જમીન પર કામ કરતાં કાળાં માનને પગાર નથી હોતું પરંતુ અર્ધ ગુલામ જેવી આ માનની દશામાં તેમને ખાવટી મળતી હોય છે. ખાણમાં પગાર હોય છે પરંતુ જીવતાં રહી શકાય તેટલે જ, તેમને પગાર હોય છે. જમીન પર ખેતીની મજુરીમાંની યાતનાઓ અને ભૂખમરો જીવલેણ બનતાં આ માનનાં ટોળાં હંમેશાં ખાણ અને ઉદ્યોગ મથકે તરફ વહ્યા કરતાં હોય છે. આભડછેટની માનવભેદી જીવન ઘટના આભડછેટની આ માનવ મેદવાળી જીવન ઘટનાનું વિકરાળ સ્વરૂપ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ગેરી સરકારના સામ્રાજ્યવાદી વહીવટીતંત્રના વાસ્સામાં મળેલી જીવન ઘટના તરીકે છાઈ દેવામાં આવ્યું છે. તિરંગી યુરોપીય માનની આ સરમુખત્યારશાહીએ તમામ રંગીન પ્રજાઓ માટેના ભંગીવાસે નક્કી કર્યા પછી, એ પ્રજાઓમાંથી કઈ પણ વ્યકિત અમુક પ્રદેશ પર રહી ન શકે, ત્યાંનું મકાન ખરીદી ન શકે, તથા ત્યાં દુકાન વિગેરે. કશું રાખી ન શકે તેવા કાનૂનને અમલ શરૂ કરી દીધું છે. આ લેકે માટે આ વહીવટે “રેસીયલ ઝન્સ' નક્કી કરી નાખ્યા છે. આ ઉપરાંત આ રંગીન પ્રજાઓના રોજબરોજના જીવન પર આ ભેદ ઘટનાના પ્રતિબંધે જ્યાં ને ત્યાં ઘાંચાતા હોય છે. આ પ્રજાઓને માટે જેમ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy