SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા વિમુક્ત રાષ્ટ્રોને ત્રીજો વિભાગ જગતની રાજકીય ભૂગોળમાં આફ્રિકા પર પહેલીવાર અસ્તિત્વમાં આવવા માંડ્યું. વિશ્વઈતિહાસનું આ ઉજવળ પ્રકરણ મોટું બનવા માંડ્યું. ચીન ભારત જેવા જગતના બે અતિવિશાળ દેશોએ વિમુક્ત રા બનીને જગતના નકશાપર વિશ્વઇતિહાસની નવી ઝલકનો વિસ્તાર સૌથી મોટો બનાવી દીધો. ત્યારપછી આ યુગ પ્રવર્તક રચનામાં આફ્રિકાએ પણ ઉમેરે કરવાની ઘોષણા શરૂ કરી. આફ્રિકાની કિનારી પરના ઈછારાષ્ટ્ર માંથી વિમુક્તિને નાદ ગાજી ઉઠશે. વિશ્વઈતિહાસના આ પિતામહ પ્રદેશ પિતાના સ્વતંત્ર જીવનનું પ્રસ્થાપન શરૂ કર્યું. એક જ રાતમાં ઈછાની રાજાશાહી ખતમ થઈ ગઈ અને શાહીવાદી પકડ નીચેથી મૂક્ત બનવાની વિમુક્તિની લડત આફ્રિકાની આ કિનારી પર ઉદઘાટન પામી. શ્વેત આફ્રિકા અથવા દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા અથવા “યુનીયન ઓફ સાઉથ આફ્રિકા ' નામને પ્રદેશ જરમની, ફ્રાન્સ, સ્પેઇન પોર્ટુગાલ તથા સ્વીડન ભેગાં મળે તેટલે મોટે છે. આ પ્રદેશ પર આજે એક કરોડ અને પાંચ લાખની કાળાં મૂળ વતનીઓની તથા પચીસ લાખ ગોરાં વસાહતીઓની વસ્તી છે. આ પ્રદેશની જમીનને મોટો ભાગ ફળદ્રુપ છે, અને હવામાન ખુશનુમા છે. આ પ્રદેશ પર સુવર્ણના ઢગલા નિપજાવતી સોનાની ખાણે છે. આ સુવર્ણ પ્રદેશ પરની બધી ખાણ, ફળદ્રપ ખેતર, તથા તમામ ઉદ્યોગોની માલીકી સામ્રાજ્યવાદી ગોરી પ્રજાની છે. યુરોપનું સામ્રાજ્ય ચલાવનાર, શાહીવાદનું રૂપ, અહીં વસવા આવેલાં પચીસ લાખગોરાં માનવાનું છે. આ પ્રદેશ પર લોકશાહી તંત્ર છે પરંતુ લકનો અર્થ પેલાં પચીસ લાખ ગેરાં માનવ, એટલે જ થાય છે. આ માનવોને માટે જ, આ ગોરાં માંનની જ બનેલી, અને ગોરી વસાહતની જ વહીવટવાળી, પશ્ચિમની સંસ્કૃતિ અહીં લોકશાહી નામની શાહીવાદી માલીકી બનીને આ ધરતીનાં માનવસમુદા પર યાતના જેવો અધિકાર ચલાવે છે. આ વહીવટી તંત્ર નીચે દક્ષિણ આફ્રિકા પરને બધે માનવ સમુદાય આવી જાય છે. એક કરોડ કરતાં વધારે સંખ્યાવાળો બાજુમાનને આફ્રિકન સમુદાય આ વહીવટી તંત્ર નીચે છે. ત્યાંની ધરતીનાં આ મૂળ વતનીઓને આ ધરતી પર કોઈ અધિકાર નથી. આ માનવોને આ ધરતી પર કોઈ નાગરિક હક્ક નથી. આ સૌને માટે પેલી પચીસ લાખની શરમજનક લેકશાહી ઘટના નીચે આ માનો પરનું સિતમરૂપ નક્કી કરવામાં આવ્યું છે. તેમના પર લદાયેલી ફરજે જગત ભરની કોઈપણ સંસ્કૃતિના સ્વરૂપને શરમાવનારી, પશ્ચિમની સંસ્કૃતિનું પતિત નામ ધારણ કરનારી, વહીવટી ઘટનાએ, રચી છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy