SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એ રીતે શાંતિની પ્રવૃત્તિ, જગતભરના લેાકસમુદાય માટે ખુલ્લી મૂકાઇ. શાંતિની હિલચાલને વિશ્વના લાકસમુદાયે પોતાની બનાવવાનો પહેલા નિરધાર રજી કર્યાં. વિશ્વના ઈતિહાસમાં પહેલીવાર માનવજાતે, શાન્તિને સાચવવાના, માનવતાની સંસ્કૃતિના કળશ જેવા નુતન ભાનના પહેલા શબ્દ ઉચ્ચાર્યાં, કે લાક સમુદાયા, વિશ્વશાંતિની પણ સાચવણી કરશેજ” શાંતિ હિલચાલની આગેકૂચ માનવજાતની શાન્તિહિલચાલના ખીજો સમારંભ, અથવા વર્લ્ડ પીસ કૅાંગ્રેસનું” ખીજું અધિવેશન ઈ. સ. ૧૯૫૦ ના નવેમ્બરમાં વારસાનગરમાં મળ્યું. એ અધિવેશને, વિશ્વ-શાન્તિ માટે, વિશ્વશાંતિ સમિતિની રચના કરી. ઇ. સ. ૧૯૫૨ ના ડિસેમ્બરમાં વિશ્વશાંતિ કોંગ્રેસના ત્રીજા અધિવેશનમાં, પંચાસી રાષ્ટ્રોએ પોતાનાં પ્રતિનિધિએ મેકલ્યાં. વિશ્વની શાન્તિ હિલચાલની વિશ્વ સંસ્થા તરીકે, વિશ્વશાન્તિ સમિતિની યાદગાર ઘટના અસ્તિત્વમાં આવી અને વિશ્વ−ઇતિહાસમાં શાન્તિહિલચાલ, એક પછી ખીજા વિજય નાંધતી વિશ્વ વ્યાપક બની. ૬૩૨ પાંચ જ વરસમાં જગતભરમાં એક પછી બીજા રાષ્ટ્રાના લેાક સમુદાયાએ, શાંન્તિ હિલચાલને પેાતાની ખબનાવી. શાન્તિ સાચવવાના લેાક નિરધારા વાળુ કરાડા કડામાં, અનેક પ્રજાની અનેક ભાષાઓમાં, સંસ્કારનું જતન માગતી માનવજાતની નૂતન અસ્મિતાનું રૂપ, વિશ્વ-શાંતિના વિરાટ દેખાવ જેવું જગતના તખ્તા પર દેખાયું. પચીસ સાઓ જવાબ માગે છે. આજે આપણા ઈતિહાસના પચીસ સકાએ આપણી માણુસાઇના જવાબ માગે છે. પચીસ સૈકાઓના સારાસાર વિચાર, પચીસ પૈકાની માણસા તા પરિપાક, પચીસ સૌકાઓની સંસ્કારની સાધના, પચીસ સૈકાઓએ ધડેલી વિજ્ઞાનની વિશ્વ-સંસ્થા, તથા પચીસ પૈકાઓએ પૂકારેલી, સંતાની માનવ માનવ વચ્ચેની ખાંધવતા અને સ ંસ્કારના કાનૂનની નેકી, આપણી તેકદીલીનેા જવાબ માગે છે. પચીસ સૈકાઓની સંસ્કૃતિને, જે ઇતિહાસની માતાએ અને સમયની જનેતાએ, દેશદેશની લાક જનેતાએના ઉદરમાં જાળવી રાખી છે તેનું માત માગતા સિંકદરા અને સીઝરા, જંગીસખાના અને તૈમુરા, નેપોલીયના અને કૈસરા તથા હિટલરા અને આઈઝેનહાવરા તથા લેસાને પાછા હટાવી દેવાની - યુગહાકલ, આજની માણસાઇના યુગવેગનાં તમામ વાહના, અને વાહકાને ફરજ પર ખડા થવાનું ફરમાન પેશ કરે છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy