SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ ૬ર૭ હતી. પહેલી વાર તે તાકાત, શાહીવાદની પાશવી તાકાતને પડકારી શકી. પહેલી જ વાર જાણે, પશુ પરાજય પામે, અને માનવીને વિજય અંકાયો. રાષ્ટ્રસંઘની અગિઆર વરસની કાર્યવાહીનું સરવૈયું. ૧૯૫૬ના નવેંબરની ૧૨મીએ સંયુક્ત રાષ્ટ્રસંધની જનરલ એસેંબ્લીનું અગ્યારમું અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં એકઠા થયેલા ૭૬ સભ્ય રાષ્ટ્રનાં પ્રતિનિધિઓએ જગતની સરકારના સવાલેની વિચારણા કરી આ સવાલના ઉકેલ પજ આપણી પૃથ્વી પરની શાંતિને આધાર રહ્યા છે. જગતમાં રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે શાંતિનો વ્યવહાર સ્થાપવાના તથા રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના તમામ સવાલેને ઉકેલ વાટાઘાટોથી લાવવાના અને એક રાષ્ટ્રના બીજા રાષ્ટ્ર ઉપરના આક્રમણને નાબૂદ કરવાના ધ્યેયવાળી કાર્યવાહીનું અગીઆર વર્ષનું સરવૈયું આજે નીકળી ચૂકયું છે. રાષ્ટ્રસંઘના પાયાના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સમાનતા તથા આત્મ નિર્ણયને અધિકાર અને આંતર રાષ્ટ્રિય સહકાર તથા પરસ્પરના આંતરિક સવાલમાં બિન દરમ્યાનગિરીના પાયાઓ સ્વીકારાયા છે. આ પાયાઓનાં સિદ્ધાંતિક સ્વરૂપ સાથે આ સિદ્ધાંતનો અમલ આંતરરાષ્ટ્રિય વ્યવહારમાં સફળ બનાવવાનું ધ્યેય રાષ્ટ્રસંધમાં રિવકારવામાં આવ્યું છે. અને ત્યાર પછી અત્યાર સુધીમાં આ ધ્યેયના અમલ માટે અગીઆર વર્ષની કાર્યવાહી થઈ ચૂકી છે. આ કાર્યવાહીમાં અણુશસ્ત્રોનો નિષેધ કરતે તથા શસ્ત્રસામાં ઘટાડો કરવાનો આંતરરાષ્ટ્રિય સવાલ દુનિયાની સરકારો માટે ઈ. સ. ૧૯૪૬ થી રાષ્ટ્રસંઘમાં શરૂ થયો. યુદ્ધને પ્રચાર નહીં કરવાનો સવાલ રાષ્ટ્રસંધમાં ઈ. સ. ૧૯૪૭ થી આવ્યો. ત્યાર પછી રાષ્ટ્રસંધમાં નવા સભ્યરાષ્ટ્રો ઉમેરાતાં ગયાં, અને એમ આજે અગીઆર વર્ષો સુધીમાં જગતમાં શાંતિ ઘડવાના ધ્યેયવાળી પિતાની કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચાલુ રાખી છે. રાષ્ટ્રસંઘની સફળતામાં ઉભેલી આડખીલીઓ જેમાં સૌ રાષ્ટ્ર સમાન સભ્યપદ પ્રાપ્ત કરીને એકત્ર થયાં છે તેવા સંયુક્ત રાષ્ટ્રસંધમાં બ્રિટન, ફ્રાન્સ જેવા જૂના જગતના શાહીવાદી દેશે. ઉપરાંત તે સહુને શાહીવાદી આગેવાન અમેરિકન રાષ્ટ્ર પણ પોતાના પરાધીન અને અર્ધપરાધીન દેશે સાથે રાષ્ટ્રસંધમાં બિરાજે છે. આજની આપણી નૂતન દુનિયાના સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ રાષ્ટ્ર શાહીવાદી એવી પિતાની આક્રમણખોર નીતિને જાળવી રાખવાનો પ્રયત્ન રાષ્ટ્રસંધમાં રહીને જ કરે છે. આ દેશની શાહીવાદી સરકારોએ રાષ્ટ્રસંધના સભ્યપદે રહીને રાષ્ટ્રસંધની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy