SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિનો સવાલ ૬૧૫ પરદેશનીતિની જાહેરાત કરતે હતે. જગતભરમાં પહેલીવાર અને આપણી પૃથ્વી પરની સમાજ રચનામાં પણ પહેલીવાર આ એક જ દેશનું અર્થકારણ અને રાજકારણ વિશ્વશાંતિનું રૂપ ધારણ કરતું હતું. વિશ્વશાંતિનું અર્થકારણ અને રાજકારણ પિતાના આવા અર્થકરણ અને રાજકારણને પાયાને સિદ્ધાંત ધારણ કરતાંની સાથે જ ઈ. સ. ૧૯૧૭ના નબરની ૮મીએ સોવિયટ દેશે વિશ્વવિખ્યાત એ શાંતિ કાનૂન (પીસ ડીકરી) ઘડ્યો. જગતભરની ધારાસભાઓમાં આવે કાનૂન ઘડનાર, રાજ્ય બંધારણના વિશ્વ ઈતિહાસમાં આ પહેલી ધારાસભા પૂરવાઈ થઈ. એણે આ ધારા ભારત, જગતના કોઈપણ મુલક કે પ્રદેશ પર પિતાનો કબજે નહીં રાખવાની તથા કોઈપણ પ્રદેશ સાથે સમાન ભાવે શાંતિકરાર કરવા માટે, જગતભરની સરકારેને પિતાના રાજબંધારણના આ મૂળભૂત કાનુનની જાણ કરી. ત્યાર પછી તરત જ એણે પિતાની શાંતિમય અર્થનીતિને આરંભ કર્યો. આ શાંતિમય અર્થનીતિએ, નફર અર્થધટનાને પિતાને ત્યાંથી નાબુદ કરીને, સામાજિક જરૂરિયાત પર ઉત્પાદનની ઘટના શરૂ કરી. આ રીતે, મુડીવાદનાં નફાખોર અને સ્વછંદ ઉત્પાદન કરીને બજાર પડાવવાની અથવા જગતના પ્રદેશોને ગુલામ બનાવીને સંસ્થાને મેળવવાની યુદ્ધખેર એવી શાહીવાદી અર્થનીતીની પાયામાંથી જ નાબુદી કરવામાં આવી તથા સમાજવાદી અર્થકારણની યોજનાબદ્ધ અર્થ ઘટનાની આર્થિક યોજનાઓ શરૂ કરવામાં આવી. આ સાથે જ જગતના બીજા દેશોમાં ક્રાંતિ સળગાવાની પરદેશનીતિને કચ્છીને યુદ્ધની દરમ્યાનગીરી મારફત ક્રાન્તિ કરવાને ખ્યાલ રશિયામાંથી રદ કરવામાં આવ્યું. આવી પરદેશનીતિને વિરોધ કરીને, આ નીતિને નાબુદ કરવા ટેટસ્કીને પણ હદપાર કરવામાં આવ્યું તથા ઈ. સ. ૧૯૩૬ માં સ્ટાલીને પિતાની આ વિશ્વશાંતિની સેવીયટનીતિની ફરીવાર જાહેરાત કરી. સેવીયેટ શાસનતંત્રે પિતાના જુના પરાધીન દેશના આત્મનિર્ણયના અધિકારને તથા સૌને સમાન ધોરણને સ્વીકાર કરવાની યુગવત જાહેરાત કરી અને આ જાહેરાત સાથે દેશદેશની વચ્ચેની સમાનમૈત્રી કરારની વિશ્વઈતિહાસના રાજકારણમાં પહેલી જ વાર શરૂઆત કરી. ઈ.સ. ૧૯૨૧માં એણે, ઈરાન, અફઘાનિસ્તાન તથા ટ્રક સાથે અને ૧૯૨૪ માં ચીન સાથે સમાન કરાર કર્યો, તથા ઝારશાહીના સમયના અસમાન કરારને એણે રદ બાતલ જાહેર કર્યો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy