SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા યુરોપના શાહીવાદી બજારમાં સંસ્થાને સવાલ પાછો શરમ મૂકીને યુદ્ધનીજ વાત બોલતે થઈ ગયે. સંસ્થાની પ્રજાઓને ઢેર જેવી અવાક સમજીને, તેને “કંબમીલીયન્સ'નું નામ આપીને પિતાનાં સંસ્થાનના વાડાઓની આસપાસ ચોકી પહેરા ગોઠવતા સંસ્થાનના માલીક બનેલા શાહીવાદી ભરવાડોએ એક બીજાના વાડાઓ પર પાછી આક્રમણ કરવાની લાકડીઓ ખખડાવવા માંડી. આ લાકડીઓનું રૂપ યંત્રતંત્ર વડે યંત્ર આયુધોનું, રણગાડીઓનું, ટેકનું અને વિમાનેનું બની ચૂક્યું હતું તથા તેની સજાવટ કરવામાં ફાસીવાદી જર્મની સૌથી વધારે ઝડપ દાખવતું હતું. પરંતુ જગતને સૌથી મોટો શાહીવાદી ઈગ્લેંડ હતું. તેણે એને કહી દીધું કે અમારા સંસ્થાને સવાલ, અમારી આબરૂને સવાલ છે. અમારી સાથે વફાદારીની ગાંઠથી બંધાયેલી સંસ્થાનની પ્રજાઓને અમે બીજા કોઈને આધીન સોંપવા નથી માગતા. એટલે આ સવાલના નિકાલ માટે, વિશ્વયુદ્ધ મારફત જ જગતને નવેસરથી ભાગ પાડવા માટે ભૂખ્યા શાહીવાદોએ ફાસીવાદી ધરીનું રૂપ ધારણ કરીને બીજા વિશ્વયુદ્ધને આરંભ શરૂ કર્યો. ત્યારે યંત્રતંત્ર અને શાંતિની સંયુકત ઉપાસના કરતે એકજ દેશ" જ્યારે યંત્રો, યુદ્ધનાં યંત્રો બનીને શાહીવાદને યુદ્ધ મેર સંભાળવા સંહારનાં સાગરીત બન્યાં. ત્યારે યંત્ર તંત્રનું વૈજ્ઞાનિક સ્વરૂપ માનવીના સંહાર માટે શાહીવાદના અધિકાર નીચે રજુ થયું, પરંતુ એમાં યંત્રને દોષ નહોતે. પણ અણસમજી લેકે જંબને અને યંત્રતંત્રને દોષ દેવા માંડશે. પરન્તુ એમાં યંત્રને કે યંત્રતંત્રને અને તેને નિપજાવનાર વિજ્ઞાન સંસ્થાને કશો દોષ હતે નહીં. યુદ્ધના બનાવ માટે જવાબદાર એવી શાહીવાદી અથવા યુદ્ધખોર રચનાને જ યુદ્ધ માટે બધે દેષ હતે. જ આ બાબતને આબેહુબ દાખલે સોવિયેટ રશિયામાં યંત્રતંત્ર વડે શરૂ થએલી આર્થિક પેજ માં જગતે દીઠે. જે યંત્રતંત્ર યુદ્ધના યંત્રનું રૂપ ધરીને શાહીવાદના અધિકાર નીચે માનવ સંહાર કરવા નીકળતું હતું, તેજ યંત્રતંત્ર અથવા ટેકનીક રૂસી ધરતી પર માનવ સંસ્કૃતિની કાયાનું માનવ કલ્યાણકારી રૂપ મઢવા, નવાં કારખાનાં, સંધ ખેતીનાં નવાં સાધને, નવી શાળાઓ અને દવાખાનાંઓની રચના કરતું હતું. શાહીવાદી ઘટનામાંથી વિમુક્ત બની ગએલે આ એક રાષ્ટ્ર વિમુક્તિની સંસ્કાર યોજના યંત્રતંત્ર વડે ઘડતે હતે. સેવિયેટ રૂસ,જેની અર્થજના સંસ્કૃતિના ઘડતર માટે યંત્રતંત્રને જતી હતી તે દેશ નૂતન અર્થકારણ પર રચાયેલું નૂતન રાજકારણ રચીને વિશ્વશાંતિની
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy