SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા વિશ્વયુદ્ધનું વિહંગાવલોકન ૬૦૩ પણ સ્ટાલીનઝાડનાં સ્મશાનમાં પાછું જીવન જાગી ઉઠીને સ્મિત કરતું હતું. સ્ટાલીનઝાડને બચાવ કરનાર વીરેના કદમ, પાછા એ વીરનગરમાં ફરતા હતા. જે શ્રમમાએ આ ભવ્ય નગરનું કલેવર ઘડ્યું હતું તે વિજયી થયે હતે. જીવનના વિજયને ઉત્સવ ઉજવવાની હજુ વાર હતી. એક પળને પણ આરામ કરવાને એને સમય નહે. અહીંથી બલીન નગર સુધી પહોંચી જવાની વિજય કૂચ આરંભવાના માનને મોખરે રહેવાના અધિકારવાળા એ બન્યો હતે.બરલીન પર ચઢતે લાલ રણજોધ શપથ લેતે હતે “સ્ટાલીનના મહાન નગર..શ્રમ માનના અમર ધામ...! લાલ નવેંબરના રણથંભ...! અમે તને ફરીવાર બાંધશું. તારી શહાદતથી ઉત્તેજીત બનેલા કલાકારો, શિલ્પીઓ ઈજનેરે, શ્રમમાન તારી વેરાઈ ગએલી જીવનકણિકાઓને આ મહાન ધરતીના પેટાળમાંથી વીણીવીણીને તારી જાજરમાન કાયાની ફરીવાર રચના કરશે. તારી વાટિકાઓ જનમનરંજન લીલેતરીથી ફૂલશે ફાલશે...તારાં કારખાનાં શ્રમમાનવની શ્રમતાકાતના જીવન સંપર્કથી ધમધમી ઉઠશે. તારે વલ્યાને આરઆરે જીવનવ્યવહારના સમાજની કાયામાં માનવંતાં જીવનવ્યવહારનાં અંકુરે ફરી પાછા ફરી ઉઠશે.” અને તારી ખાંભી પર વિશ્વશાંતિને અમર એ અક્ષરદેહ કોતરાશે. એવું જગતજનતાનું એ મહાનગર વિશ્વ ઓકટોબરનો રણથંભ બનીને જ્યાં હતું ત્યાં જ રોપાઈને ઉભું હતું, ચણ્યું નહોતું. જેવું લેનીનઝાડ ધરતીમાં પાઈને અણનમ ઉભું હતું, જેવું પાટનગર મેસ્ક, આપ ભેગના અવધિ વહાવીને અચળ ઉભું હતું તેવું જ આ ગાનગર હતું. જગતને આશ્વાસન આપતી આ વિશ્વનગરની ખંડિયર કાયામાંથી હવે વાયુ સંદેશ બોલતો હતે. “વિશ્વયુદ્ધનો અંત લાવવા જ્યાંથી વિશ્વયુદ્ધ આરંભ થયો હતો ત્યાં, જર્મન ફાસીવાદને દફનાવી દેવા અમે બરલીનનગર પર પહોંચવાના રસ્તા પર વિજય કૂચ આરંભ કરીએ છીએ.” વિશ્વઈતિહાસને યાદગાર બનાવ વિશ્વ ઈતિહાસે અહીં સ્ટાલીનઝાડ આગળથી વળાંક લીધે. જેની ખુશી ખુશામતની “એપીઝમેન્ટ” નામની રીતને ધારણ કરીને સોવીયેટ સંસ્કૃતિને વિનાશ કરવા અંગ્રેજી, ફ્રેન્ચ અને અમેરિકન શાહીવાદે જે જર્મન ફાસીવાદને સામાજિક ક્રાન્તિનો નાશ કરવા અહીં રવાના કર્યો હતો તે ફાસીવાદ આખા યુરોપનાં રાષ્ટ્રને ગુલામ બનાવીને રસ દેશપર પહોંચીને પરાજય પામીને પાછો ફરતે હતે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy