SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઇતિહાસની રૂપરેખા તાપમારા દેખતા હતા. સ્ટાલીનગ્રાડની ચારે દિશાએ એ તાપમારાથી ખળભળી ઉઠી. તમામ લેાક અપરાધ કરી ચૂકેલા નાઝી હત્યારા સામે કરપીણ ઇન્સાના નાદ ધણધણી ઉઠયા. સ્ટાલીનગ્રાડ સુધીની રૂસી ભોમ પર અનાચારી અને અત્યાચારી બની ચૂકેલા એ જન યુદ્ધખારા પર ચમકતી ચાંદનીમાં મેાતનાં ચેાડિયાં વાગતાં થયાં. ૧૦૨ એ અપરાધીઓને ન્યાય જોખવાના હક્ક લાલ લડવૈયાઓએ સંગ્રામ જીતીને મેળવ્યા હતા, તથા આ અધિકાર, આજ સુધીમાં સળગી ગયેલાં ગામા, તારાજ થયેલાં નગરા, અત્યાચારથી ચૂંથાઇ ગયેલાં શરીશ, વિજેતા લાલ લડવૈયાઓને આપતાં હતાં. હવે ધેરાયલા ત્રણ લાખ જર્મન સૈનિકો અહીંથી જ ખીનશરતી શરણ સ્વીકારીને પાછા સ્વધામ પહોંચવાની નાસભાગ કરવાના હતા. એ બધાને પરાજ્યને આદેશ આપના। શૂન્ય સમય આવી પહોંચ્યા. કાળ કાએ ગાલ દાજોની ગર્જનાઓ ગાજતી કરી. ગેળાએ માઇને અને એખેા પાતાની પાછળ અગ્નિસેર લખાવતા સળગતાં પંખી જેવાં આકાશમાં સવતાં ઉઠ્યાં. એ બધાની પાછળ ટૅ કા અને તાપ-ટુકકીઓએ પાયદળા સાથે ધસારા કર્યા. એ ધસારાને અટકાવી શકાય તેમ હતું નહિ. મહાસંગ્રામને સહાર મચી રહ્યો. ઘેરાએલા જર્મન સમુદાયેા પશ્ચિમ તરફ પાછા પડયા. ઉત્તર અને દક્ષિણ તરફથી પણ વિકરાળ હલ્લાઓ વીંઝાયા. ચારે બાજુના હલ્લા નીચે ભીંસાતાં જર્મન લશ્કરેા આમથી તેમ અથડાયાં—ચૂંટાયાં. સ્ટાલીનના આ મહા નગર પર માતને દેખાવ તાંડવે ચડયા. જર્મીન સેનાપતિઓની શિસ્ત તૂટવા માંડી, અમલદારા અને સિપાઈએ હાથ ઉંચા કરીને હથિયાર ફેંકી દઈને ટપોટપ શરણે આવતા ચિત્કાર કરી રહ્યા, · હી–સ ! શરણ...શરણ... ! ' " અપરાધી દુશ્મન મરણુથી બચવા ભાગતા હતા પણ ભાગી છૂટવાની ભેય એના પગ નીએથી સરતી હતી. સતાવાના ખૂણા ખેતી આંખ આગળથી ઊડી જતા હતા. એની પાછળ અગ્નિઝાળ દોડતી હતી. પાછે પડેલે અને શરણુ ઝંખતા સેનાપતિ પોલસ સકેદ વાવટા ફરકાવતા હતા. પછી ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્ટાલીનગ્રાડનાં ખડારે!માંથી નાઝીઓની સાફસુફી થઇ. સ્ટાલીનગ્રાડની ખંડેર શેરીએ અને ચેાકેા, વાટિકાઓ અને ભવ્ય ઈમારતા, વિદ્યાપીઠા અને ક્રિડાંગણેા ખધાં ભંગારના ધૂમાતા ઢગલા બનીને પડ્યાં હતાં. તેમાંથી શખેાના ઢગલા સાફ કરાયા, સ્ટાલીનગ્રાડતા વિજય વિષાદ, ભરેલા ખંડેરની ક્ખીમાંથી વિશ્વશાંતિનું રટણ કરતા હતે. સ્ટાલીનગ્રાડની શેરીઓમાં હજુ લેહીની ગંધ હતી. સ્ટાલીનગ્રાડની એકેએક ભીતના પત્થર લેાહીભીના બન્યા હતા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy