SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિવયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ ૫૫૯ એ બધું જ જાણતા હતા. જગતને ગુલામ બનાવવા માટે અવતાર પામેલી આ આર્યપ્રજા એની દૃષ્ટિએ અદ્દભુત એવા લેહીવાળી અને ખોપરીઓવાળી હતી. આ મહાપ્રજાને પયગામ ઘડવા માટે રેઝેનબર્ગ જર્મનીની તમામ શિક્ષણ વ્યવસ્થાને પ્રધાન નિમાયો હતો. આ શિક્ષણ વ્યવસ્થા કરવા ઉપરાંત જર્મન મહાપ્રજાની સર્વોપરિતાને નહી સ્વીકારતાં તથા, તે સર્વોપરિતાના પયગામને ધારણ કરનાર “ફૂહરર” અથવા, હિટલર જેવા આગેવાનની આગેવાની નહિ સ્વીકારનાર, તમામ લોકોને બુદ્ધિમાન અને ભણેલાં વર્ગોમાંથી પણ પકડી પાડીને, તેમને યોગ્ય શિક્ષા આપવાની તજવીજ કરવાનો અધિકાર પણ રેઝેનબર્ગને હતે. પહેલા વિશ્વયુદ્ધ નામની જગતના શાહીવાદીઓની યાદવાસ્થળીમાંથી જ આવેલી ફાસીવાદ નામની આ શાહીવાદી સરમુખત્યારશાહી હતી. સંસ્કાર અને સંસ્કૃિતિનું નિકંદન કાઢી નાખવા માગતી આ ફાસીવાદી કાર્યવાહીને એક છેડો પ્રાચીન એવી આર્યન સંસ્કૃતિની ભેદનીતિમાં લંબાયે હતો, અને બીજે છે આ અર્વાચીન એવી ફાસીવાદી સરમુખત્યારશાહીને બન્યો હતે. જેવી રીતે ઈટાલીમાં ફાસિવાદી સરમુખત્યારશાહીએ પિતાને પાયો સીન્ડીકેટનો બનાવ્યો હતા. તેવી રીતે જર્મનીમાં પણ હિટલરનું ભયાનક રાજ્યતંત્ર ચલાવનાર આર્થિક પાયે શાહીવાદી જર્મન ઉદ્યોગપતિઓના, ઇજારાવાદને બન્યા હતા. આ આર્થિક તંત્રને આગેવાન ડે. શાટ નામને જર્મનીની બધી બેન્કને એક પ્રમુખ હતા. ગેરિંગ, ગેબેલ્સ અને રેઝેનબર્ગની જેમ આ ડે. શાટ અર્થતંત્રને પ્રધાન હતે. અર્થના આ તંત્રનો પયગામ પણ બીજું વિશ્વયુદ્ધ રચવા માટે હતે. અર્થના તંત્રનો આ આગેવાન સરમુખત્યારશાહીની શરૂઆતમાં જ જાહેર કરતે હતું કે પહેલું વિશ્વયુદ્ધ હજુ આપણે માટે પુરું થયું જ નથી પણ ચાલુ છે. યુદ્ધ એજ આપણે કાર્યક્રમ છે અને વિજય આપણેજ છે. યુદ્ધના આર્થિક તંત્રનો આ આગેવાન ઈ. સ. ૧૯૩૪ ના માર્ચ મહિનામાં “ઓર્ગેનિક અપ બિડીંગ ઓફ ધી જર્મન ઈકોનોમી” નામને ધારે ઘડો તમામ હરિફાઈને નાશ કરવાને કાર્યક્રમ રચતા હતા. આ ઉપરાંત ખેતીવાડી ખાતામાં જમીનદાર પદ્ધતિને વારસાગત બનાવવામાં આવતી હતી. આ અર્થતંત્રમાં યુદ્ધના રસ્તા પર ચઢેલા જર્મની માટે અનાજ ઉત્પાદન કરવાનો સર્વ અધિકાર જમીનદારને સુપ્રત થતું હતું. ઈ. સ. ૧૯૩૪ ના મે મહિનામાં રાષ્ટ્રના મજુરને જકડી લેનારે ધારે ઘડાતે હતો અને તમામ મજૂર મળેની આગેવાની નાઝી અમલદારોને તથા માલિકને સોંપવામાં આવતી હતી. આ ઉપરાંત સરકારી શ્રમ કરવા માટે બેકાર મજુરોનીં ફરજીયાત શ્રમ છાવણુઓ ખોલવામાં આવતી હતી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy