SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એણે વિરાધી એવા રાજકીય પક્ષાને કારાગારમાં જકડી લીધાા તથા સરકારનું તંત્ર પોતાને હાથ કરીને જુલાઇના ચૌદમા દિવસે એણે નાઝી પક્ષ સિવાયના તમામ રાજકિય પક્ષાને ગેરકાયદેસર ઠરાવતા કાયદા પસાર કરાવ્યા. નાઝી પક્ષે સ્વસ્તિકનું ચિહ્ન પેાતાના ઝંડા પર ધારણ કર્યું. આ બધું બનતું હતું ત્યારે જૂના રાજ્યબંધારણના પ્રમુખ હિડનબર્ગ મરણ પામતા હતા તથા એના મડાની સાથેજ જુનું રાજ્યબંધારણ પણ દફનાઈ જતું હતું. હિટલરે પ્રાચીન આર્યલેાકેાના સ્વતિકને ધારણ કરીને આખાય જગત પર પેાતાની જન આય જાતિની આગેવાનીને સ્થાપવાના કાર્યક્રમ ધારણ કરીને અને તે માટે આખાય જગતને જર્માંન મહાપ્રજાની હકૂમત નીચે લાવી દેવાના અને જગત આખાના દેશોને પેાતાનું સંસ્થાન બનાવવા તથા એટલા માટે યહૂદીઓના અને સામ્યવાદીઓના દુનિયાભરમાંથી ઉચ્છેદ કરી નાખવાના કાર્યક્રમને ધારણ કરીને હિટલરે સૌથી પહેલાં આ કાર્યક્રમની શરૂઆત જ નીમાં આર્ભી દીધી. જર્મનીની તમામ સંસ્થાઓમાંથી યહૂદીઓને ખરતરફ કરવામાં આવ્યા. યહૂદીઓની પેઢીએ અને દુકાનાને જપ્ત કરવામાં આવી. યદ્દીનાં અંગે ઉપરથી જન આભૂષણા પણ ઉતારી લેવામાં આવ્યાં. તથા તેમના પર નિષ્ઠુર એવા જૂલ્મો અને મારપીટ શરૂ થયાં. સામ્યવાદીએની પણ એવીજ કતલના આરંભ થયા. તેમની તમામ સંસ્થાએ નાબૂદ કરી નાખવામાં આવી, તથા તેમને વીણી વીણીને મારી નાંખવાનું કામકાજ આર્ ભાયું. આ બધી કાર્યવાહીને સરળ બનાવવા માટે હિટલરે જમન વહિવટનું પોલિસ અને લશ્કરીખાતું પોતાની સરમુખત્યારશાહી નીચે આણી દીધું. હિટલરના કાર્યક્રમના અમલ શરૂ થતાં જ જર્મન મહાપ્રજાની સર્વોપરિતા વિષેનું સાહિત્ય છપાવા માંડ્યું અને લેકશાહી તથા સામ્યવાદ વિષેના સાહિત્યને સળગાવી દેવામાં આવ્યુ. આખા દેશપર વિચાર, વાણી અને મિલન ઉપર જર્મન સરમુખત્યારીની સખત ચેકી એસી ગઇ. વાણી વર્તન તથા મિલન પર ધાતકી અંકુશા સ્થાપી દેવામાં આવ્યા. શાળાએ વિદ્યાપીઠે અને છાપખાનાં ઉપર જર્મન મહાપ્રજાની સરમુખત્યારશાહીનો અમલ શરૂ થયા. આ બધી કાર્યવાહીના અમલ કરવા ગેરિંગની નિમણુક પોલિસખાતાના પ્રધાન તરીકે કરવામાં આવી અને ગેાખેસની નિમણુંક પ્રચાર ખાતાના પ્રધાન તરીકે કરવામાં આવી. આ જાલિમ ટનાની ઝડપ એવી તા વધી ગઇ હતી કે એકલા પ્રશિયા અને બાવેરીયામાંજ મેાત પામી જવા માટે પંદર હજાર માણસને છ અડવાડિયામાંજ જકડી લેવામાં આવ્યાં. ભયાનક એવી આ આર્યંન કાવાહીને ચિંતક રાઝેનબર્ગ નામના હતા, જ`ન મહાપ્રજાની આયન સર્વોપરિતા વિષે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy