SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ન્સીલેને જ એણે રાજકારભારના વહિવટી તંત્રવાળી બનાવી દીધી, તથા ચેમ્બર ઓફ ડેપ્યુટીઝને બરતરફ કરીને સરકારના વહિવટની અંદરનું પ્રતિનીધીત્વ રાજકીયને બદલે કેવળ શાહીવાદી એવું આર્થિકતંત્રવાળું રચી દીધું. આ કેપેટ સ્ટેટ આર્થિક હિત ધરાવનારા અને આર્થિક માલિકીવાળા સીન્ડીકેટોનું બન્યું. સીન્ડીકે નામની આવી આર્થિકસંસ્થાઓ પાસે રાજવહિવટનું સુકાન આવ્યું તથ. મજુરોનાં જે મંડળમાં ફેસિસ્ટ મંડળના સભ્યો હોય તેવાં જ મજુરને સભ્ય બનવા દેવામાં આવ્યા. સ્થાનિક સીન્ડીકેટોનાં મંડળો અથવા ફેડરેશને બનાવવામાં આવ્યાં, અને આ ફેડરેશન ઉપર નેશનલ કાઉન્સીલ ઓફ કોર્પોરેશનની યોજના કરવામાં આવી. આ નેશનલ કાઉન્સિલને ફેસિસ્ટ ગ્રાંડ કાઉન્સિ લની સમવડી તરીકે સ્વીકારવામાં આવી. આ બંને કાઉન્સીલમાં ઈટાલીની સર કારના વહિવટીતંત્રમાં સૌથી વડે અધિકાર ફેસિસ્ટ કાઉન્સીલને અને છેવટે મુસેલેનીને સ્વીકારવામાં આવ્યો. પહેલું વિશ્વયુદ્ધ લડી ચૂકેલી અને જગતમાં નિંદાપાત્ર બનેલી મૂડીવાદી સમાજઘટનાની યુરેપની શાહીવાદી સરકારોમાં ઇટાલીના પરાજીત શાહીવાદે લેકશાહીનું નામનિશાન ભૂંસી નાખીને સીન્ડીકેટની આર્થિક ઘટનાને બધું રાજકારણસેંપી દઈ, આક્રમણખોર સરમુખત્યારશાહીને આ રીતે સ્વીકાર કરી લીધો. શાહીવાદની આ ઘટનાએ સામાજિક નિતીમત્તાને કોઈ પણ સિદ્ધાંત સ્વીકારવાનો ઈન્કાર કર્યો. શાહીવાદની આ સરસુખત્યાર રચનાએ પ્રાચીન રેશમન શહેનશાહતના જગત જીતવાના ધ્યેયને સ્વીકાર કરી લીધો અને આક્રમણ તથા યુદ્ધને પિતાના કોર્પોરેટ ટેટને શ્વાસપ્રશ્વાસ બનાવીને રાજ્યવહિવટને આરંભ કર્યો. આ વહિવટે પિતાની પરદેશ નીતિ શરૂ કરી દીધી. પહેલા વિશ્વયુદ્ધમાં વિજ્ય પામેલી વિજેતા શાહીવાદની સરકારોએ યુદ્ધની લુંટમાં ઈટાલીને કંઈજ ભાગ નહિ આપવાનું વર્તન બતાવીને તેનું જે અપમાન કર્યું હતું તેને બદલે વાળવાને મુસોનીએ નિશ્ચય કર્યો. એણે યુદ્ધની પરદેશનીતિ અપનાવીને તથા આક્રમણની કવાયતે પિતાની ભૂમિ ઉપર જોરશોરથી શરૂ કરીને યુરોપના નકશામાં ઈટલીનું સ્થાન ભય ચિહ્ન તરીકે જમાવી દીધું. એણે યુદ્ધની પૂજા જાહેર રીતે શરૂ કરી. એણે કહ્યું કે માનવજાતના ઉદ્ધારને નિયમ યુદ્ધ છે. માનવજાતની ક્રિયાશક્તિ અને ઉમદા કાર્યશક્તિ યુદ્ધની ઉષ્મામાંથી જ પ્રગટે છે એવું એણે યુદ્ધનું નીતિશાસ્ત્ર બનાવ્યું. એણે ભૂમધ્ય પર યુદ્ધના પડછાયા જેવાં જહાજે હાંકવા માંડ્યાં. એણે બાલ્કન પ્રદેશ અને ઓસ્ટ્રિયામાં યુદ્ધને દોરી સંચાર શરૂ કર્યો. વિજેતા શાહીવાદી દેશની બહુમતીવાળી લીગ ઓફ નેશન્સને એણે પડકાર ફેંક, અને એબિસિનીયા ઉપર ચઢાઈ કરવાની તૈયારી કરવા માંડી.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy