SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૫ પહેલા વિશ્વયુહ પછીનું યુરોપનું રાજકારણ ફાસીવાદને સિદ્ધાંત | મુનિએ રાજકારભાર માટે ફેસીસ્ટ અથવા ફાસીવાદના સિદ્ધાંતની રચના કરી. આ સિદ્ધાંતનું મુખ્ય સ્વરૂપ સામ્યવાદ સામે દુશ્મનાવટનું તથા લેકશાહીના વિરોધનું હતું. આ સિદ્ધાંતના સ્વરૂપ માટે મેકાઆવેલીએ લખેલા પ્રિન્સ નામના પુસ્તકને એણે પિતાનું રાજકીય ધર્મપુસ્તક બનાવ્યું. આ પુસ્તકના પાયાને સિદ્ધાંત કોઈ પણ સાધન વડે રાજકીય સત્તાને ધારણ કરી રાખવાને હતો. મુસલની “પ્રિન્સ” નામના આ પુસ્તકમતિ ઈટાલીના રાજકારભારમાં પ્રીન્સ” અથવા શહેનશાહ બની બેઠે. ડાન્ટ નામને કવિ આ સરમુખત્યાર પ્રિય કવિ બ. રેમમાં બેઠેલા આ સરમુખત્યારને સિઝર બનવાનાં સ્વપ્ન આવવા લાગ્યાં. એણે જાહેર કર્યું કે “સામ્યવાદ કે સમાજવાદની જેમ કોઈ જ નાઓ ઘડવામાં ફાસિવાદ માનતો નથી. સમાજ ઘટનાની નવી રચનાનાં વચન આપવામાં ફાસીવાદ માનતા નથી. ફાસીવાદ તે વ્યાખ્યા ન થઈ શકે તેવી અદભૂત વસ્તુ છે, અને તે પિતાની જાતની સાબીતી પિતાને પુરવાર કરીને જ આપવા માંગે છે, તથા તે પિતે સિદ્ધાંતના વેવલાવેડામાં નહીં પરંતુ હકીકતના - આકારમાં જ માને છે.” ફાસીવાદના આવા સિદ્ધાંતનું જીવતું જાગતું રૂ૫ મુસોલેની પોતે બળે. સીઝર જેવી તાકાતને ધારણ કરવા માગતે આ આગેવાન એમ માનતા હતે કે ઇટાલીને વિશ્વવિજેતા બનાવવા માટે પિતાને અવતાર થયું છે. આ અવતારની જીવન કથા એક લુહારની કોઢમાં જન્મ પામી. પછી એક અતિ ધામિક માતાની દેખરેખ નીચે ઉછરેલો મુસલીની ઈટાલીને સ્વછંદ જીવનમાં ઉપર તળે થતો શિક્ષકની નોકરી સ્વીકારતે હતે. પછી મુસલેની સમાજવાદી પક્ષમાં જોડાયો, અને પહેલા વિશ્વયુદ્ધમાં ઈટાલીએ યુદ્ધમાં જોડાવું જોઈએ તેવી શાહીવાદી મિત્રરાની તરફેણ કરવા માટે, સમાજવાદી પક્ષમાંથી એને કાઢી મૂકવામાં આવ્યો. ત્યાર પછી મુસોલેની ઈટાલીયન લશ્કરમાં જોડાય અને ઈ. સ. ૧૯૧૯ ના માર્ચમાં યુદ્ધમાંથી પાછા આવ્યા પછી એક વખતના સૈનિકે સાથે એણે “ફાસી–ડી-કેબ્યુટીમેન્ટ” નામની ફેસિસ્ટ મંડળી જમાવી. કોરપોરેટ સ્ટેટ સરમુખત્યાર બની ચૂકેલા મુસલનીએ ઈ. સ. ૧૯૨૬ સુધીમાં ઇટાલીના રાજ્યબંધારણને ખતમ કરી નાખ્યા પછી તથા પિતાને શરણે આવેલા રાજાને જેને તે રહેવા દઈને એણે ફેસિસ્ટ મંડળની આગેવાની નીચે “કેર્પોરેટ સ્ટેટ”ની સ્થાપના કરી. ઈ. સ. ૧૯૩૬ સુધી કોર્પોરેટ સ્ટેટની નેશનલ કાઉ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy