SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વરૂપ પર પેાતાના અધિકાર જમાવી ચૂકયું હતું તથા આ તમામ રિપબ્લીકાની અંદરના રાજ્ય વહિવટમાં પાતાના દ્વારી સંસાર ચલાવતું હતું. ૧૪૧ આંતર વિગ્રહ પૂરી થયા પછી વધારે સયુક્ત બનેલી યુ. એસ. એ અથવા યુનાઈટેટ સ્ટેટસ એક અમેરિકાની સરકાર પોતાના સામ્રાજ્યવાદી વાણિજ્યના વિકાસ માટે વધારે આતૂર બની ચૂકી હતી. એને જેના પર પાતાના અધિકાર સ્થપાઇ ચૂકયા હતા, એવાં, સાÖભૌમ કહેવાતાં લેટિન અમેરિકાનાં રિપબ્લીકા ઉપર એણે પોતાના આર્થિક શાહીવાદ શરૂ કર્યાં. આ રિપબ્લીકામાં અમેરિકન માલિકીની અનેક ઉદ્યોગા કંપનીએ ત્યાં સ્થપાવા માંડી અને જેમજેમ અમેરિકાનાં આર્થિક હિતો આ લેટિન રિપબ્લીકામાં સ્થપાયા તેમ તેમ અમેરિકાના આર્થિક શાહીવાદના પાયા પર અમેરિકાનું શાહીવાદી રાજકારણ પણ, આ રિપબ્લીશ પર મજબૂત બન્યુ. ઈ. સ. ૧૯૨૯ માં હાવાનમાં પાન–અમેરિકન કૉંગ્રેસનું નવું અધિવેશન એકઠું થયુ. દક્ષિણ અમેરિકાનાં લેટિન રિપબ્લીકા તરફથી અધિવેશનમાં પહેલીવાર ચર્ચા માટે એક નવી દરખાસ્ત રજૂ થઈ. આ દરખાસ્ત એક રાજ્યને ખીજા રાજ્યના આંતર વ્યવહારમાં દરમ્યાનગીરી કરવાના અધિકાર ખરા કે નહીં તે વિષય પર હતી. પરંતુ આ બધા લેટિનેસના પ્રમુખપદે બેઠેલી યુ. એસ. એ. ની અમેરિકન સરકારે એવા વિષયની ચર્ચાને ગેરકાયદેસર ઠરાવીને આ અધિવેશનની બહાર ફેંકી દીધી. "" .. પરંતુ ત્યારથી આ લેટિન રિપબ્લીક પરના અમેરિકન અધિકારે તેમની સાથેના સબંધમાં હળવું વલણ ધારણ કર્યું. આવા વલણનું રાજકારણ ધારણ કરવાનું માન અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટને ફાળે ગયું. પ્રમુખ રુઝવેલ્ટે ઈ. સ. ૧૯૩૩ માં આ લેટિન અમેરિકન રિપબ્લીકા તરફ ગુડ નેમ્બર પેાલીસી નામની વ્યહાર નીતિ ધારણ કરી. આવું વલણ ખીજા વિશ્વયુદ્ધ સુધી ચાલ્યું. આ વલણુ દરમ્યાન પણ લેટિન અમેરિકાનાં રિપબ્લીકા પર યુ. એસ. એ. ના અથવા અમેરિકાના આર્થિક અને રાજકીય અધિકાર વધારે વ્યવસ્થિત રીતે વિકસ્યા. ઇ. સ. ૧૯૪૭માં રુઝવેલ્ટે શરૂ કરેલી ગુડ તેઈબર પોલીસી એકાએક અંત પામી, આ લેટિના અથવા લેટિન અમેરિકન રિપબ્લીકા ૧૯૪૭ માં ભેગા થયા તથા તેમણે ઠરાવ કર્યો કે પોતાની અંદરથી કાઇપણુ એક રિપબ્લીક ઉપર જો આક્રમણુ થાય તે તે આક્રમણ બધાં રિપબ્લીકા ઉપર થયું છે, એમ ગણવું. લેટિન રિપબ્લીકાએ કરેલા આ કરારનુ નામ રિયા–ડી–જેનીરા પેકટ હતું. આ કરાર પછી આ લેટિન રીપબ્લીકાએ પોતાના વાલી જેવા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy