SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્ય ધરાવનાર શાહીવાદી રચનાની, એક વ્યથા શરૂ થઈ ચૂકી હતી તે હતું જગત પર સૌથી મોટું સામ્રાજ્ય એકલા બ્રિટન નામના કાઈ નાનકડા ટાપુમાં, કે લંડન નામના કેઈ પાટનગરમાં જ નહીં, પરંતુ પરાધીન બનેલા જગતનાં રાષ્ટ્રમાં તૂટતું હતું તથા આફ્રિકા નામના અંધારા ખંડમાં પણ નૂતન જાગૃતિને પ્રકાશ દેખાવા માંડતું હતું. વિશમા સૈકાની ઈતિહાસ ભૂમિ, આફ્રિકા અમર્યાદ એવી લતના ભંડારવાળે આફ્રિકાખંડ જગતમાં હીરાની કુલ પેદાશના ૯૮ ટકા પેદા કરે છે, પંચાવન ટકા સેનુ પેદા કરે છે, ૨૨ ટકા તાંબુ તથા ઘણું મોટા પ્રમાણમાં મેંગેનીઝ, ક્રોમીયમ અને યુરેનીયમ પેદા કરે છે. આ ભૂમિ જગતની કેકેઆની પેદાશમાં બે ત્રતીયાંશ ભાગ નિપજાવે છે. છતાં પણ એ ભૂખ્યો, પ્રદેશ છે. છતાં પણ એના માનવ સમુદાય માટે • એની પોતાની ધરતી પર ખેડવાની જમીન એની નથી, કે રહેવાના રહેઠાણ માટેને અધિકાર પણ એનો નથી. એને ઈતિહાસ ગુલામ દશાથી આરંભાયેલે યાતનાઓને ઈતિહાસ છે. આ યાતનાઓની અગ્નિ પરિક્ષામાં તવાઈ તવાઇને શમી જવાને બદલે આજે વિશમા શતકમાં એશિયા ખંડની સાથોસાથ એને પ્રાણ પૂકારે છે, કે એ માનવ સમુદાય જીવ રહ્યો છે, અને મતને પ્રતિકાર કરવા, પહેલા વિશ્વયુદ્ધ પછી પગ ટેકવવા માંડે છે. એટલે આપણું જગતને આ ખંડ, વિસમા શતકના બીજા દશકામાં વિશ્વ ઈતિહાસના ઉંબરા પર દેખાય છે. એના રાષ્ટ્ર પ્રદેશ પર એના પગભર થવાની આ ક્રિયા હવે આખા ખંડ પર જુદી જુદી જ છાયાનું વિમુક્તિનું રૂપ ધારણ કરશે જ. જ્યાં આ ઉત્થાનનું રૂપ ઉભું થતું માલુમ પડે છે ત્યાં જૂના જગતને સામ્રાજ્યવાદી પડછાયો એને પકડીને બેસાડી દેવાની ખેંચાખેંચી પણ જરૂર કરે, કારણ કે જે આફ્રિકા જીવતે બને તે તેના જીવનને નિષેધ કરનાર શાહીવાદી ઘટનાના છવતરને પણ અંત આવે. પહેલું વિશ્વયુદ્ધ જીતીને ખૂવાર બનેલા આ શાહીવાદને, આફ્રિકાની ભૂમિ પર ઉત્તર પરથી દેખવા મડિ તે, એટલાંટિક શાહીવાદી જૂથ આ મથકે પર અસાજ લઈને મચી પડેલું દેખાય છે. આ શસ્ત્રસાજના આર્થિક શરીર જેવી ઈજારાવાદી સાહીવાદી ઉદ્યોગ કંપનીઓ આ ધરતી પર પ્રાચીન જડતા પર લેહસૂસ જડ જેવી જામી ગઈ છે. આ શેષણનું રૂપ પશુની અદાથી કેમાંથી યુક્રેનીયમને, ઉત્તર રેડેશિયામાંથી તાંબાને, નાઈગીરીયામાંથી કોલંબાઈ ને, લીબેરીયામાથી રબરને શોષે છે. શોષણુનું આ ભક્ષક રૂપ માનવ સમુદાના સ્વત્વને પશુ થસે છે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy