SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ વિશ્વ ઈ તિહાસની રૂપરેખા મારી જેવો બન્યા. ઓસ્ટ્રીયા, હંગેરી, અને પ્રશિયાના મહાન જર્મનીવાળા મહારાજાઓને યુદ્ધ જાહેર કરવાનું બહાનું મળ્યું. તેમણે સરબીયાપર આખરી નામાની અડતાલીસ કલાકમાં અમલ કરવાની આકરી શરત મૂકી. યુરોપની સામ્રાજ્યવાદી બરલીન પરિષદે સ્વતંત્ર રાખેલા સરબીયાએ શરતે સ્વીકારવાની ના પાડી. જરમનીએ સરબીયાપર યુદ્ધ જાહેર કર્યું અને તરતજ ફ્રાન્સપર ચઢવા માટે રસ્તો આપવાનો બેલજીયમને એણે પડકાર કર્યો. જર્મનીના કૅઝરે, ઓગસ્ટના પહેલા દિવસે રશિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને ઓગસ્ટની ૩જીએ ફ્રાન્સ સામે યુદ્ધ જાહેર કર્યું. બેલજીએમની સરહદપર જર્મન લશ્કરે અથડાયાં, તથા ઓગસ્ટની બીજી એજ અંગ્રેજી સામ્રાજ્યવાદે જરમનીને આખરીનામું આપ્યું. જાપાની સામ્રાજ્યવાદે, મિત્ર એવા અંગ્રેજી સામ્રાજ્યવાદના પક્ષમાં જર્મની સામે નવેંબરમાં યુદ્ધ જાહેર કર્યું, અને ટરકી પણ યુદ્ધમાં ઉતરી પડયું. યુરોપની યાદવાસ્થલી જેવા આંતરવિગ્રહ શરૂ થયો. સામ્રાજવાદી યુરોપ યુદ્ધમાં ઉતર્યો એટલે તેણે પોતપોતાના પરાધીન દેશને પણ યુદ્ધમાં ઉતારી દીધા. આખું જગત યુરોપનું પરાધીન બની ચૂક્યું હતું એટલે આ યુદ્ધમાં આખું જગત સંડોવાઈ ગયું. વિશ્વઈતિહાસમાં આ રીતે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું. દુનિયાને હવે ખબર પડી ગઈ કે સામ્રાજ્યવાદ એટલે જ યુદ્ધ અને સંહાર
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy