SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ૧૯૧૩ ના રશિયન માનવ સમાજ પછાત દશામાંજ હતો. છતાં ઇતિહાસના તખ્તા પર માનવસમાજોએ વિમુક્તિની હિલચાલને ધારણ કરીને જે ઝડપથી પ્રગતિ કર્યાંના પદાર્થો પાઠ આજે સત્ય હકીકતા તરીકે પડયા છે તે જોતાં આ માનવસમાજનું મનુષ્ય રૂપ પૃથ્વી પરના કાઈપણ માનવરૂપ સાથે સરખાવતાં, પ્રગતિની ઝડપમાં ઉતરતું હોય તેમ માનવાને, કાઇપણ મનુષ્યનું શારીરિક કે માનસિક કારણ મેાજૂદ નથી. બુદ્ધિ માપનની પરિક્ષાઓને પણ આફ્રિકન બાળકની કક્ષા, યુરોપના કાઇપણ બાળકાના જેટલી જ સમાધારણ હેાવાનુ માલમ પડયુ છે. ૫૦૦ આફ્રિકાની સંસ્કૃતિ જૂના સમયની યુરોપની મૂર્તિપૂજક અને જંગલવાસી સંસ્કૃતિ જેવી છે એમ કહી શકાય. આ સ ંસ્કૃતિનાં પ્રાચીન રૂા પર બાર બાર માઇલના ઘેરાવાવાળી દિવાલા વચ્ચેનાં પ્રાચીન નગરાનાં ખંડિયરો પણ માલમ પડયાં છે. વિજ્ઞાનના જમાના સાથે આજની આ માનવ સંસ્કૃતિના સ્વરૂપને સરખાવવુ હાય તે। તેને સેકસન સમયના ઈંગ્લેંડના જમાના સાથે સરખાવી શકાય. જીવનની આ શાને સંસ્કૃતિનાં સાધના વડે ખૂબ ઝડપથી પ્રગતિની ઉચ્ચ કક્ષા પર પઢાંચાડી શકાય, તેવાં સાધને અને સમય આજના જગતમાં મેાજૂદ છે. જીવનની ગરીબ દશાને સંસ્કૃતિના શકય વિકાસ માટેની પછાત દશા ગણી શકાય જ નહી. ગરીબાઇ નામની આફ્રિકાની આજની જીવનદશા તે આજે એશિયાના તમામ પ્રદેશાની છે. આફ્રિકન સમાજ જેટલી જ ભયંકર ગરીબાઇમાં આજે, એશિયાના આઝાદ દેશની પ્રજાએ પણ જીવે છે. આ ગરીબાઇનું કારણ સંસ્કૃતિની ખામી નથી, પરન્તુ શાહીવાદી શેષણમાંથી નિપજતુ' આ પરિણામ છે. નહીંતે। જેને બુદ્ધિભાન અને ચારિત્ર્ય ભાન કહેવાય તેવા સંસ્કાર વિકાસના પાયા, એકએક આફ્રિકન નરનારી અને બાળક બાળકીમાં આજે પૂરવાર થયા છે. જગતભરની કાપણુ પ્રજા કરતાં, આ બાબતમાં આફ્રિકન માનવ સમુદાય ઉતરતા નથી. આ પાયા પર સંસ્કૃતિની વિભાવનાનુ ઐતિહાસિક સ્વરૂપ બાંધવા માટે વિમુક્તિની હિલચાલની જ જરૂર હાય છે. આફ્રિકાની મહાસરિતા અને યુરોપના મહાસાગર સ્ટેનલીએ શેાધ કરી હતી કે આફ્રિકાની પેલી મહાસરિતા યુરે।પના મહાસાગર એટલાંટિકમાં પડે છે. આફ્રિકાના અતર પ્રદેશની ધારી નસ જેવી પેલી સરિતા પોતાની જળ કાયાને આટલાંટિક સાથે જોડીને યુરોપને પેાતાના ધાટ પર પધારવાનું આમંત્રણ આપતી હતી. સાત માઇલ પહેાળાં પાણી પર એટલાંટિક સાથેના એના સંગમના ચિતાર જ્યારે સ્ટેનલીએ આપ્યા ત્યારે યુરોપનાં પાર્ટનગર સામે આફ્રિકાની જ ંગલી સંસ્કૃતિ પર યુરોપનું સામ્રાજ્ય વિહરતુ દેખાયું.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy