SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા વિશ્વમાતા હતી. આ વિશ્વમાતાએ વિશ્વઈતિહાસનાં પારણાં ઝુલાવ્યાં હતાં. એના મુખ આગળ મેંફીસ જેવા વિશ્વનગર અમર આકાર ઘડાય હતે. છતાં ત્યારપછી આફ્રિકાનાં અંતર સૈકાઓ સુધી અભેદ અને અગોચર રહ્યાં હતાં. પછી આફ્રિકાના વિશાળ કલેવરપર સંસ્કૃતિનું અથવા પશ્ચિમના ઉદ્યોગમય ઉત્થાનની વાણિજ્ય સંસ્કૃતિનું ઉતરાણ થતું હતું તે સમય ૧૯ મા સૈકાને સમય હતે. એ સૈકાના ૧૮૭૭મા વરસના ઓગસ્ટના ૪ થા દિવસે સ્ટેનલી કોંગે નદીના નીચાણ પ્રદેશ પર એતિહાસિક ધ યુરોપને મેક હતો. યુરેપખંડનાં પાટનગરમાં વાણિજ્ય વહિવટની સંસ્કૃતિને આગેવાને આ નેધને ખૂબ રસથી પિતાનાં દિલમાં ઉતારતા હતા. ત્યારે અંગ્રેજી શાહીવાદના સંસ્થાનિક ઈતિહાસમાં સુરજ આથમતો નહોતો. યુરોપની યુદ્ધભૂમિના ભરડા જેવા બેલજીઅમના શહેનશાહની ભત્રીજી, રાણી વિકટોરીઆ, અંગ્રેજી શાહીવાદની મહારાણી, હવે હિંદની શહેનશાહબાનુ બનીને દિલ્હીના દરબારમાં ભાષણ આપવા જવાની હતી. અંગ્રેજી શાહીવાદી સંસ્કૃતિના કવિ રડીઆર્ડ કીપલીંગનું અંતર નવી નવી પ્રેરણુઓથી ઉભરાતું હતું. બ્રિટીશ ટાપુઓના શાસકે હવે પાંચે મહાસાગર પરનાં સંસ્થાનો પર શાસન કરવા માંડ્યા હતા. બસ ત્યારે જ હવે આફ્રિકા પર અંગ્રેજી પ્રકાશ ટ્રાન્સવાલ પર તે પથરાતે હતું એટલે સુએઝની નહેરના ૪૪ ટકા શેરો અંગ્રેજી શાહીવાદ ઈજીપ્તના ઈસમાઈલ પાશા પાસેથી ખરીદી લેતે હતે. આખો ઈછત હવે પાંચ જ વરસમાં અંગ્રેજી હકુમતનું સંસ્થાન બની જવાનું હતું અને કેરે નગરમાંથી નાઈલના મુખ આગળ એટલાંટિક મહાસાગરવાળી વાણિજ્ય સંસ્કૃતિને સુમેળ સધાવાને હતે. પણ પેલો શોધક સ્ટેનલી હવે કેટલેક આવી પહોંચ્યો હતે ! હવે એ કાગ નામની આફ્રિકાખંડની એક મહાન નદીના મુખ આગળ આવી પહોંચીને, યુરોપ જોગ સંદેશો પાઠવતું હતું કે, “એટલાંટીક હવે હાથવેંતમાં દેખાવા માંડે છે. થેડા જ કલાકમાં તે અમે સંસ્કૃતિના એ આત્માની રંગના પટ પર સરતા હઈશું. ત્યારે પેલી મહાશક્તિશાળી સરિતા અને તેનાં સુન્દર સુરમ્ય રૂદ્ર અને રોનકદાર રૂપની ભવ્ય અને ભયાકુલ છાયાઓની યાદભરી અંજલિ આપતાં ઈશ્વરને જ આભાર અમારે મા પડશે કે તેના રક્ષણ વડે જ અમે પૂર્વથી પશ્ચિમ તક આ અંધારા ખંડને આરપાર કરી શક્યા અને તેની મહાશક્તિ જેવી સરિતાસાગરની ભાળ કાઢી શકયા.” આ લખાતું હતું ત્યારે ઈ. સ. ૧૮૭૭ ના અંત સુધીમાં આ મહાખંડનો દશમે ભાગ જ શોધા હતા અને યુરોપની ગેલેરી સંસ્કૃતિના વાણિજ્ય
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy