SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનું જીવનરૂપ ૪૬૧ કરવા માટે રજવાડી જમાનાની વેઠ મારફત હવે પકડીને લાવવામાં નહેાતાં આવતાં. આ શ્રમ માનવા પણ આઝાદ બનેલા માનવસમાજ પર આઝાદ હતાં. આ શ્રમમાનવે પેાતાની આઝાદીના ઉપયેાગ પેાતાની મજુરીને વેચવામાં કરતાં હતાં. સ્ત્રી પુરુષ અને બાળકા પોતાની રાજની મજુરીને દામ અથવા રાજી નિકરીને વેચતાં હતાં. આ નવા જમાનાનું એવું, આઝાદ અથવા ખૂલ્લું બજાર વ્યાપક બન્યું હતું, જેમાં સ્વતંત્ર મજુરા સ્વતંત્ર રીતે મજુરી વેચતાં હતાં. આ ખારવાળી જીવન પ્રથાનું નામ મર્કેન્ટાઈલ સીટીમ હતું. આ વનપ્રથાના સિદ્ધાંત એવા હતા કે સરકારે વાણિજ્ય સ્વરૂપના જીવનવહિવટને સંપૂર્ણ આઝાદી આપી દેવી જોઈએ તથા તેના વ્યવહારમાં ટાઇ પણ ઠેકાણે આડે આવવું જોઈએ નહિ. ફ્રેંચક્રાંતિ પહેલાં આ નવા અશાસ્ત્રના સિદ્ધાંતને પ્રણેતા ટાંટ નામને એક અ શાસ્ત્રી જન્મી ચૂકયા હતા. આ અશાસ્ત્રી ૧૬મા લુઇના સમયમાં એક વખતે પ્રધાન પણ હતા. એ કહેતા હતા કે વાણિજ્ય જીવનના વહિવટમાં વિશ્વાસ રાખીને તે વહિવટ જેમ વિકસે તેમ તેને વિકસવા . એના આ સિદ્ધાંતનું નામ “ લેઇસેઝ ફેર ” પડયું. આ સૂત્રવાળા સિદ્ધાન્તાને પોતાનું ક્રિયામૂત્ર બનાવીને વાણિજ્ય નીતિના અર્થશાસ્ત્રોએ આ સૂત્રવાળા સિદ્ધાંતની આગળ પાછળ અર્થશાસ્ત્રો રચવા માંડયા હતા. rr આદમ સ્મીથ નામનેા એક, આ જમાનાના અશાસ્ત્રી પાતાના વેલ્થ આક્ નેશન્સ ” નામના મહાગ્ર ંથની રચના કરતા હતા. આ ગ્રંથમાં એણે વાણિજ્યના અધિકારોની સ્વાભાવિકતાને પ્રતિપાદન કરી હતી. નવા જમાનાના નવા સવાલ પણ આ નવા અર્થશાસ્ત્રવાળા નવા જમાનાના નવા સવાલ યુરોપના દેશામાં ઉભા થયા. યંત્રો અને કારખાનાના માલિકાએ ઉત્પાદનેાના ઢગલા કરીને પોતપોતાના રાષ્ટ્રોમાં પોતપોતાની દોલતના ઢગલા બનાવવા માંડયા. દોલતમદાના અને વેપારીના નવા વિકસતા સમાજે દોલતની તાકાત વડે રાજાઓને હરાવીને પેાતાની સરકારો અથવા પેાતાના જ અધિકારાની સરકાર બનાવવા માંડી હતી. આ સરકારોએ તાતાને ત્યાંની વાણિજ્ય નીતિને અને યંત્રો તથા કારખાનાંના માલિકાને માટે, શ્રમમાનવે પાસે વધારેમાં વધારે કામ લઈને તથા વધારેમાં વધારે કલાર્કા કામ લઈને તેમને ઓછામાં ઓછી રાજી અથવા ઓછામાં ઓછે મજુરીને દર આપવાની છૂટ આપી હતી. એટલે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy