SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ વિકવ ઈતિહાસની રૂપરેખા ૧૯ મા સૈકામાં જ સેમ્યુઅલ મેર્સ નામને એક કલાકાર વિજળીના તારના ગુંચળાને ભેગાં કરીને પહેલે ટેલિગ્રાફ બનાવતું હતું અને અમેરીકાની ભૂમિ પર બાલ્ટીમેર અને વોશિંગ્ટનની વચ્ચે ઈ. સ. ૧૮૪૪ માં પહેલી ટેલિગ્રાફિક વાતચીત શરૂ થતી હતી. આ બનાવ બન્યા પછી ત્રીસ વર્ષે એલેકઝાન્ડરગ્રેહામબેલ ટેલિફોનની શોધ કરતા હતા અને ત્યાર પછી થોડા જ સમયમાં જગદીશચંદ્ર બોઝ કલકત્તા નામના નગરમાં વિજળીના તાર વિના વાત કરી શકવાને પ્રયોગ અંગ્રેજી ગવર્નરની હાજરીમાં પૂરવાર કરતા હતા. સામાજિક વિજ્ઞાનની આગેકુચ આમ યુરેપની ધરતી પર જ્યારે માનવ સમાજને તાજુબ કરી નાખતું તથા જીવન વ્યવહારના સ્વરૂપને પલ્ટી નાખતું ભૌતિક વિજ્ઞાન પૂરપાટ દે જતું હતું ત્યારે, સામાજિકજ્ઞાન પણ પાછળ રહી ગયું હતું. એણે પણ દેડવાનું શરૂ કરી દીધું હતું. આ સામાજિક વિજ્ઞાને નવા નવા પ્રયોગે સમાજની પ્રગશાળા પર કરવા માંડ્યા તથા જીવનવ્યવહારની અંદર ઉથલ પાથલ આરંભી દીધી હતી. માનવસમાજમાં એકવાર દેખાતાં ગુલામ જેવાં માનવ સ્વરૂપ અને ગુલામીના સંબધે લય પામી ગયા હતા અને શ્રમ માનવેના સમુદાનું સ્વરૂપ હાલી અથવા “સફ” બન્યું હતું. જોતજોતામાં તે આ “સ” પણ મધ્યમ વગી વ્યાપારીઓની આગેવાની નીચે ક્રાંતિને ઝંડે ધારણ કરીને ઇંચ ક્રાન્તિ કરતે દેખાતો હતો. વ્યાપારી સમાજની નવી વાણિજ્ય નીતિને આ સર્ક માનવી અપનાવતે હતે. ઠકરાતશાહીની વંડીઓ ધરાશાયી બની જતી હતી. રાજાઓના કસુંબા ઘોળતા જલસાએ શમી જતા હતા અને યુરેપ પર ઉથાનયુગ નૂતન જગત રચવાની હાકલ કરી હતી. જોતજોતામાં તે નૂતન જગત રચાયું. રિતરિવાજે પહેરવેશ વાહનવ્યવહાર બધું જ બદલાયું. રજવાડી જીવનપ્રથાનું શમન થઈ ગયું હતું, અને યુરોપિય જગત પર નૂતનયુગનાં મંડાણ થયાં હતાં. આ નુતનયુગનું નામ મૂડીવાદી જીવનયુગ પડયું. આ નૂતનયુગમાં નવી નિશાળે અને નવાં દવાખાનાં ખૂલ્લાં મૂકાયાં. તથા નવા રાજકારણનું નવું અર્થશાસ્ત્ર પણ રચાવા માટેનાં બધાં કારણે જીવન વ્યવહારમાં દેખાયાં. સામાજિક ક્રાંતિનું નવું અર્થકારણ આ નવા વૈજ્ઞાનિક જમાનામાં વિશ્વઈતિહાસમાં કદી નહિ બનેલી એવી એક બાબત બનાવી દીધી. આ નવી બાબત વૈજ્ઞાનિક યંત્રની મદદવડે ઉત્પાદનના ઢગલાઓ વધારી દેવાની હતી. યંત્રો ઉત્પાદનના ઢગલા બનાવતાં હતાં, અને યંત્રોને શ્રમમાન પિતાના શ્રમ વડે ચલાવતાં હતાં. આ શ્રમ માનને કામ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy