SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા યાતનાને ડીલક્રોય ફલક પર અમર કરતું હતું, અને સાહિત્ય કલા સાથે ચિત્રકલાની સાથીદારી નેંધાવતે હતે. ઈ. સ. ૧૮૩૦ માં ડીવાયના પારીસનગરમાં પાછો ક્રાન્તિને કૂકડા બેલી ઉઠશે. ડીલક્રયે આઝાદીની પગદંડી પર ઉભા રહીને, આઝાદીની દેવીને દીઠી અને જ્યાં દોડી ત્યાં જ, આઝાદ થવા માગતા જીવતરની જેહાદ પર એણે તેનું રૂપ તિર્યું. એ ચિત્રનું નામ “જનતાને દરતી આઝાદી ” હતું. આઝાદીની આ મ્યુઝને રૂપની કણિકાઓ જીવન વાસ્તવમાંથી ભેગી કરીને એણે આ આઝાદીની દેવીને, માર્ગમાં નાખેલી આડ પરથી ઠેકી છતી આલેખી. એના પડખામાં પ્રતિક્રાન્તિને પડકારતું એનું બાળફરજંદ ચિતરાયું. એના ડાબા પડખામાં, જનઆઝાદીને રક્ષક શ્રમમાનવ, તે સમયની કામદારોની ઉંચી ટોપી પહેરેલે આઝાદીની પગથી પરને આગેવાન દેખાય. વાસ્તવવાદે કલાની દુનિ યાને ન સંસ્કાર દઈ દીધા. આ સંસ્કારના રૂપને ચિતારે ત્યારે ડીલક્રય હતે. ૧૭૯૯ માં એને જન્મ થયો હતે. એણે જે પિંછી વડે ચિતરવા માંડયું હતું તેને રૂઢિચૂસ્તોએ નશો કરેલી પિંછી કહી હતી. નૂતન રચના રચાશે જ એવા યુગગને નશો ધારણ કરીને, આ કલાકાર બાયરન, યુગે અને શેલિની રોમાન્ટીક દુનિયામાં ફરતા હતા, અને ઇ. સ. ૧૮૨૪માં “મેકર એટ સ્કીઓ” નામનું વિશ્વવિખ્યાત ચિત્ર ચિતરતે હતે. - બિમાર, કંટાળેલાં, ભૂખે મરતાં અને પિડનમાં પિસાતાં માનને એક પિરામીડ જાણે એક બાજુ પર ચડત હતા. આ પિરામીડથી એક માનવ આકાર જમણી તરફ દેરાઈ જતો હતો ત્યાં શહેનશાહને સામંત સ્વાર એક સ્ત્રીને ઘસડી જતો હતો. પછીતમાં તારાજ થતા નગરમાંથી ધૂંધવાતાં ખંડિપેરેને ધૂમાડે ઊંચે ચઢતો હતે. જમણી બાજુમાં ભોંયતળીએ ઘવાયેલાં ભેગી એક જનેતાનું શબ ત્યાં પડ્યું હતું અને શબ પર એનું, પિતાનું જીવતું બાળક એના પડખા પર ચઢતું હતું. આ કલાનું વાસ્તવરૂપ, મોતનો મૂકાબલે કરતા જીવનની આબેહૂબ છબી બનતું હતું. ઓગણીસમા સૈકાના આરંભમાં જ યુરોપમાં, દક્ષિણ ફ્રાન્સમાં મારશેઈલ્સમાં ઈ. સ. ૧૮૧૮ના ફેબ્રુઆરીમાં ડમીઅરને જન્મ થયો. લેરેમાં ભણીગણીને એકવીસ વરસની ઉંમરના આ નવજુવાને. બાપાને પિતાને નિશ્ચય કહી બતાવ્યું કે, “જમાનાની જીવન વાસ્તવતાને ચિતરવાને ધંધો હું ધારણ કરવા માગુ છું.” આ ધંધાની કલાકારની પિંછી એણે ધારણ કરી અને
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy