SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ મા સૈકાનું જીવનરૂપ ૪૪૧ કના વાગા લપેટતા હતા. જેવાં રાજારાણીએનાં પતિત રૂપ આ ચિત્રમાં મઢાયાં હતાં તેવાં જ તેમનાં ફરજ દાનાં મોઢાં અને માથાં, વિચાર કરવાની એક પણ માનવી તાકાત વિનાનાં, ખીલકુલ હાડકાનાં ભરેલાં હોય તેવાં અચે. તન એણે ચિતરી દીધાં હતાં. ઈતિહાસના સરધસના પિરામીડના માથાપર, આ બધા રજવાડા, રાક્ષસી કલેવરમાં, માખી જેટલા ઝીણા આત્મા ધારણ કરીને અલેાપ બનતા હતા, અને પારીસ નગરમાં નૂતન રચનાની પ્રતિમાને મુદ્રાલેખ વિશ્વઇતિહાસનું જાહેરનામુ પેશ કરતા હતા કે “ આજથી રજવાડાને ઇશ્વરીહકક નાશ પામે છે અને જનસમુદાયાની સમાનધટના, સાર્વભૌમ ખન છે. ’ એવા માનવસમુદાયના જીવતરના રૂપની અનેક રેખાએ ગાયાએ ચિતર્યો કરી. પછી ઇ. સ. ૧૮૨૨ માં એણે એકાએક પીરેનેઝ પર્વતમાળ એળગી અને પોતાના વતનને વૃદ્ધ વયે છેડી દઇને એ એારડામાં આખરી જવન વિતા વવા આવી પહેાંચ્યા, અને ૧૮૨૮ ના એપ્રિલની ૧૬ મી તારીખે એના અવશેષ એરડામાં કનાયા. ગાયા એ ખૂલ્લા મૂકેલા ચિત્રકલાને નવા જમાના ચિત્રપટના ફલક પર ચઢતા હતા. આ જમાનાએ, કલાકારના માથા પર બેઠેલા કલાના રજવાડી પેટ્રને ” ખાઇ નાખ્યા હતા. નવાં “ પેટ્રના ”એ પોતાની નવી દુનિયામાં ચાલતા “ સપ્લાય અને ડીમાન્ડ ”ના એક માત્ર કાનુનની કસેાટી પર ચઢીને, બજારૂ બનીને પેાતાનાં ચિત્રોની હાટડી માંડવા બજારમાં આવી જવાને પડકાર, કલાકારને આપી દીધા હતા. આ પડકારમાં કલાનું રૂપ પણ પાછું હતું નહાતુ" પરન્તુ વાસ્તવતાની કસેાટી પર ચઢતું આગળ વધતું હતું. એવી નૂતન દુનિયામાં કલાકાર એના ખભાપર, પીંછી રંગા અને ફલકાનુ પોટલું લઇને, નવી દુનિયાની નવી આઝાદીમાં, આઝાદ બનીને ચિતરતા હતા, અને પોતાની સંસ્કાર–કલાને લઈ તે જીવન કલાના બજારમાં ફરતા ફરતા પારીસ નગરમાં દર વરસે ભરાતા, કલાના પ્રદર્શનમાં આવી પહેાંચ્યા હતા. પણ આ પ્રદર્શનમાં નવી દુનિયાનું ચિત્ર ચિતરતા કલાકારોને પ્રવેશ નહતો. આ કલાકારનું નામ ગસ્તાવ કારણેાટ હતું. ગસ્તાવ કારમાટે પોતાના એક માંડવા, આ વિશ્વમેળાની બહાર બાંધી દીધા હતા અને તેના કમાડ પર પાટીયું માર્યું હતું, “ વાસ્તવવાદ ! .. જીની દુનિયાની બહાર, નવી દુનિયાનું આ લેબલ નુતન કવિએ પણ ધારણ કર્યું` હતું. બાયરન તુર્ક શહેનશાહ સામે ગ્રીસની આઝાદીના સાથમાં પેાતાના સ્વત્વનુ સ્વાર્પણ કરવા પહેાંચી ગયા હતા ત્યારે જ આઝાદીની આ પ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy