SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના આત્મનિ વાળા ૧૯ મા સકા ૪૩૧ ના યાદગાર વર્ષમાં અંગ્રેજી સમાજને આગેવાન લે ખાયરન પોતાની કવિતાની પાંખ સ ંકેલી લઈ ને ગ્રીક આઝાદીની લડત માટે ખપી જવા એક નાહના સરખા જહાઝને લઈ તે હંકારી ગયા. ત્રણ મહિના પછી યુરોપના આ લાડીલા કવિના સમાચાર સંભળાયા કે લાડ' ખાયરન ગ્રીક આઝાદીના છેલ્લા મથક મિસાલેાંઘીના રણમેદાન પર‘મરેલા પડ્યો છે. એના મૃત્યુએ યુરોપની કલ્પનાને ઉત્તેજી. એકેએક દેશમાં ગ્રીક આઝાદીને મદદ કરનારા મડળાની રચના કરવામાં આવી. ભૂખે મરતા ગ્રીક દેશભકતા માટે સ્વયંસેવકા અને સામાન મિસાલોંઘી તરફ વહેવા લાગ્યા. રશિયા, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના લકાએ ગ્રીક આઝાદીને મદ માકલવા માટે પેાતાની સરકારાને અપીલ કરી. ૨૦ મી તારીખે આ ત્રણે પ્રજાઓના સ્વયંસેવકા સાથે સ્વયંસેવક જહાએ તૂર્ક કાલા ઉપર હલ્લા કર્યાં અને તેના નાશ કર્યો. ઈ. સ. ૧૮૨૯ માં ગ્રીસ આઝાદ રાજય બન્યું. ફ્રાન્સની બીજી રાજ્યક્રાન્તિ પરંતુ એજ સમયે યુરેાપનાં રજવાડાંઓએ રચેલી “ હેાલિ એલાયન્સ ’ ના રાજકારભાર નીચે યુરેાપનાં બીજાં રાજ્યામાં ક્રાંતિના નામ સામે બેસુમાર સિતમ વરસતા હતા. હેલિએલાયન્સના આવા જાલિમ કારભારના આગેવાન હજી પણ યુરોપમાં એસ્ટ્રીયન સરકારના મેટરનિક હતો. ઈ. સ. ૧૮૩૦ ના જુલાઇની ૨૭મી એ ફ્રેન્ચ ક્રાન્તિના કુકડા પાછા ખેાલી યા. પેરિસનગર પર ક્રાન્તિના રંગ છવાઈ ગયા. ફ્રેન્ચ ક્રાન્તિને લેહિમાં ડૂબાડી દઈ તે પેરિસમાં એસ્ટ્રીયાની આગેવાની નીચે હાલીએલાયન્સે બેસાડેલા શહેનશાહની સામે પેરીસનું લેાક કટક ચઢયું. ફ્રાન્સના શહેનશાહ વધ પામતા પહેલાં આ સમયે દોડી જઈ ને ઈંગ્લેન્ડ તરફ હંકારી ગયા. ફ્રાન્સની ખૂન શહેનશાહતના અંત આવ્યા ફ્રાન્સમાંથી ઇટાલીમાં ફ્રાન્સમાંથી ઉડતા ક્રાન્તિના તણખા ફ્રાન્સની સરહદને ઓળંગી ગયા. ઓગસ્ટની ૨૫મી તારીખે ડચ રાજાશાહી સામે બ્રુસેલ્સમાં ખળા થયા. ઇટાલીમાં પણ આત્મનિર્ણયની હિલચાલ સળવળી ઉઠી. પરંતુ એસ્ટ્રિ યામાં બેઠેલી યુરોપની ક્રાન્તિવિધી હકૂમતને આગેવાન મેટરનીક ઇટાલીના રજવાડાની મદદે ધસી આવ્યો અને તરત જ તેણે ઇટાલીમાં શાંતી જમાવી દીધી. ઇટાલીએ એસ્ટ્રિયન હકુમતને ફેંકી દેવાની હિલચાલ ચાલુ રાખી. ઇટાલીને એક અને આત્મનિણૅયવાળું આઝાદ રાજ્ય બનાવનારા દેશભક્તોનાં નામમાં મેઝીની ઈટાલીના આત્મનિર્ણયની વાચા બન્યા તથા ગેરીબાલ્ડી અને તેના લાલ ખમીસવાળા સેનિકા ઇટાલીના તારણહાર બન્યા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy