SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ યુરોપના આત્મનિર્ણયવાળે, ૧૯ મે સેકો આ મહાન રાષ્ટ્રનેતા ફ્રેંચધરતી પર પગ મૂકે તે પહેલાં જ જહાજમાંથી જ તેને શહેનશાહતને કેદી બનાવી દઈને તેને પછી ચ કારાગારમાં જકડી દેવામાં આવ્યું. નેપેલિયનની સરકારે હાયટીની આઝાદીના આ મહાન નેતાનું પોતાના કારાગારમાં મરણ નિપજાવ્યું. છતાં હાયટીની કાળી માનવતાએ સમાનતાના નામમાં ફ્રેંચ શહેનશાહતને પડકારી. હાયટીની નિગ્રો માનવતાએ પોતાનું સ્વતંત્ર રિપબ્લીક સ્થાપ્યું ત્યારે ૧૯ રોકે આરંભ પામતે હતે. હાયટી પછી વેનેઝુએલા વેનેઝુએલા પણ સ્પેઈનનુંજ સંસ્થાન હતું. એણે પણ ઈ.સ. ૧૮૧૧માં વેનેઝુએલાના કારાકાસ નામના પ્રદેશના વતની સાયમન બેલિવરની આગેવાની નીચે માથું ઉંચક્યું. સાયમન બોલિવર વેનેઝએલાન આત્મનિર્વચના અધિકારને રાષ્ટ્ર આગેવાન બને. એણે આઝાદીના રક્ષણનું સેનાપતિપદ સ્વિકાર્યું અને સ્પેઈન સામે સંગ્રામ શરૂ કર્યો. પેઈને બેલિવરને પરાજ્ય કરવા માટે અને વેનેઝુએલાને ગુલામ રાખવા માટે “હાલી એલાયન્સ” ની મદદ માગી પરંતુ ડચ સાથેની હરિફાઈમાં વેપારી કારણોને લીધે ઈગ્લેંડ પેઈનને મદદ આપવાની ના પાડી. તે સમયે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાને પ્રમુખ મનરો નામને હતે. ઈ. સ. ૧૮૨૩ ના ડીસેંબરની રજી તારીખે મનરોએ અમેરિકન કોંગ્રેસ સામે ભાષણ કર્યું અને એક સિદ્ધાંત રજૂ કર્યો કે : જે યુરોપની કોઈ પણ સતાઓ પિતાના શાસનને અધિકાર ઉત્તર કે દક્ષિણ અમેરિકાની આસપાસ સ્થાપવા મથશે તે અમેરિકન સરકાર એવા કોઈ પણ પગલાંને અમેરિકાની શાંતિ અને સલામતીને જોખમમાં મૂકનારૂં તથા યુનાઇટેડ સ્ટેટસ તરફ દુશ્મનાવટ ભર્યું ગણશે. આ સિદ્ધાંતનું નામ પણ મનરે ડાકટ્રીન પડયું. આથી યુરોપની પ્રતિક્રાંતિને આગેવાન મેટરનીક ગભરાયો. સ્પેનીશ હકુમત સામે લડતાં લડતાં સાયમન બેલિવર પરાજ્ય પામ્યો અને તેને ભાગી જવાની ફરજ પડી. પરંતુ વેનેઝુએલાએ પોતાના આત્મ નિર્ણયને અધિકાર સાબીત કર્યો અને આઝાદીની જાહેરાત કરી ત્યારે ૧૯ માં સૈકાને પહેલે દશકે પુરે થયે હતે. રશિયા અને બાલકન આજ અરસામાં રશિયાના ઝાર એલેકઝાંડરનું ખૂન થયું, અને આ મોત સાથે જ યુરોપની પ્રતિક્રાંતિગ રશિયાથી પણ માઠા સમાચાર આવ્યા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy