SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતન યુરોપનાં બે નૂતન રા, રશિયા અને પ્રશિયા અથવા આદર્શ તરીકે સ્વિકારવામાં આવ્યું હતું. આ આદર્શવાળું પ્રશિયન સ્ટેટ નૂતન યુરોપમાં પિતાને વધારે નૂતન ગણાવતું હતું. આ સ્ટેટના આવા એકમને જન્મ પ્રશિયામાં જે મહાન ફ્રેડરિક તરીકે પંકાય તે રાજ્યકર્તાના બાપાના સમયથી શરૂ થયો ગણાય. મહાન ક્રેડરીકના બાપનું નામ ફેડરીક વિલિયમ પહેલે હતું. આ ફ્રેડરીક વિલિયમ પહેલાના મગજમાં એક ખ્યાલ ભરાઈ ગયો હતે. આ ખ્યાલનું નામ ફરજ હતું. આ ફરજ પ્રશિયન સ્ટેટ તરફથી સૌની ફરજ હતી. એ ફરજની બજવણી અને ચૂકવણી માટે એ સૈનિકે અને સેનાપતિઓ સાથે અને પ્રજાજને સાથે સખ્તાઈથી વર્તતે. આ સખત બાપા પાસેથી તેના દીકરા ફ્રેડરિકે ઈગ્લંડ ભાગી જવાનો પ્રયત્ન કર્યો પણ તે પકડાઈ ગયો અને એને ભાગી જવામાં મદદ કરનાર ફેડરીકના પરમ મિત્રને શિરચ્છેદ કરવામાં આવ્યો અને ત્યાર પછી “ફ્રેડરીકને એક કિલ્લામાં ચેકી પહેરા નીચે રાખીને ફરજનું શિક્ષણ આપવામાં આવ્યું. સ્ટેટ તરફની ફરજનું આ શિક્ષણ પામીને ઈ. સ. ૧૮૪૦ માં બાપાની ગાદી પર બીજે ક્રેડરીક આવ્યો. યુરોપના ઈતિહાસમાં આ ફેડરિક મહાન ફેડરીક તરીકે પંકાયે નૂતન જર્મનીમાં પ્રશિયાનું નવું રાજકારણ ટેટનું નવું રાજકારણ ફેડરીકના સમયમાં આરંભાયું. આ નવા રાજકારણને સિદ્ધાંત પ્રશિયન સ્ટેટ એ જ, સર્વસ્વ હેવાનું હતું. રાજાને સર્વસ્વ ગણવાના મેકીઆવેલીને રાજકારણને પ્રશિયન સ્ટેટમાં અંત આવ્યો. પ્રશિયન સ્ટેટના નવારાજકારણ પ્રમાણે પ્રશિયન સ્ટેટને સર્વસ્વ બનાવીને તેની તાકાતને વધાર્યો કરવાની ફરજ રાજ્યકર્તાની પણ બની ગઈ. આ પ્રશિયન સ્ટેટની તાકાત ઘડવાને માટે ફેડરીકે રજના વીસ કલાક કામ કરવા માંડ્યું. આ પ્રશિયન સ્ટેટમાં રાજ્યકર્તા અને કરશાહી એક મોટું યંત્ર બની ગયાં. આ યંત્રની તાકાત વધારવાને આદર્શ પ્રશિયન સ્ટેટને બન્યું. આ યંત્રમાં લોકશાહી કે પ્રજામતને કશું સ્થાન રહ્યું નહિ. આ યંત્રને સુકાનધારી રાજા ફ્રેડરીક પોતે હતે. સેનાપતિઓ અને અમલદારે આ યંત્રના ચક્રે હતાં. સુકાની અને ચક્રો વચ્ચે કેઈ સલાહકાર હતું નહી. પ્રશિયન સ્ટેટના પ્રધાને કારકને જેવા હતા. ફ્રેડરીકની નિર્ણય બુદ્ધિ એ પોતે પ્રશિયન ટને જ નિર્ણય હતા તેમ માનવામાં આવતું. ફેડરીક અને પ્રશિયન સ્ટેટ એકરૂપ બની ગયાં હતાં અને બન્નેની વચ્ચે કોઈની પણ સલાહ કે દરમ્યાનગીરી સખી લેવામાં આવતી નહિ. - ઈ. સ. ૧૭૪૦માં જ, ફેડરીક ગાદી પર આવ્યો કે તરત જ ઓસ્ટ્રીયાને શહેનશાહ ચાર્લ્સ ૬ કે મરણ પામે. આ શહેનશાહે પિતાની દીકરી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy