SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ વિશ્વ ઈતિહાસના રૂપ રશિયાનું યુરોપીકરણ - રશિયા નામને આ દેશ જે આજ સુધી યુરોપમાં હતે પણ પછાત હતો તેનું યુરોપીકરણ આ મહાન પિટરે આરંભી દીધું. એણે સરકારી તંત્ર અને લશ્કરને યુરોપીય બનાવ્યાં. એણે આ તંત્રને ધારણ કરનાર ધરતી પર નૂતન બાંધકામ શરૂ કર્યા. યુરોપીય બનવા માટે એણે લેકેની દાઢીઓ મુંડાવી નાખવાની તથા પિશાક યુરોપીય બનાવી દેવાની હિલચાલ શરૂ કરી. ઉપલા વર્ગોની સ્ત્રીઓને એણે અંતઃપુરમાંથી બહાર જાહેરમાં ભાગ લેવા બોલાવી. એણે જુવાન રશિયનોને યુરોપમાં ભણવા મોકલ્યા. એણે કાળા સમુદ્ર પરથી તુર્કીને હટાવીને દરિયા પરનું કમાડ ખેલી નાખ્યું તથા બાહ્યીક સમુદ્ર પર રશિયાની સરહદ સ્થાપી દીધી. જર્મની પણ નૂતન બન્યું નૂતન બનતા યુરોપમાં જર્મનીએ પણ નૂતન બનવા માંડયું હતું. આ 'નૂતન બનવાની હિલચાલને આરંભ ઈ. સ. ૧૪૧૫ માં થયો ગણાય. એ વરસમાં બ્રેડમબર્ગના ઠાકરે, શ્રેમબર્ગ નામના જમીનના પ્રદેશને હેહેનઝોલન નામના જમીનદારને અથવા ઠાકરને વેચ્યો. આ જમીન પ્રદેશ બરેલીન નામના તે સમયના જર્મનીના એક કઆની પૂર્વ અને પશ્ચિમ સુધી પહોંચતે હતો તથા એ જમીન પટ્ટો એક ભાઇલ જેટલું લાંબું હતું. આ રીતે બલીન સુધી પહેલી પેલી હેહેનોલર્સ નામની ઠકરાતે આસ્તે આસ્તે પિતાની રાજકીય હકુમત વધારી તથા, પ્રશિયાનું રાજ્ય બાંધ્યું. બ્રેડમબર્ગની આ ઠકરાતે પિતાના પ્રદેશને વધાર્યો કર્યો તથા એ ઠકરાતને અમલ રહાઈન નદી પર પહોંચ્યું. ઈ. સ. ૧૬૪૦ સુધીમાં આ નાની સરખી ઠકરાત ઘણી મોટી બની ગઈ હતી તથા તેને પ્રદેશ રાહઈન નદીથી વિસચુલા સુધી પહોંચ્યા હતા. આ ઠકરાતને એક દિકરો ફેડરીક ઈ. સ. ૧૭૦૧માં ગાદી પર આવ્યું અને પ્રશિયાને પહેલે મહારાજા બને. પછી આ ક્રેડરીકનો દીકરે, બીજે ફેડરીક ઈ. સ. ૧૭૪૦માં ગાદી પર આવ્યો ત્યારે બરલીન નગરવાળું પ્રશિયન રાજ્ય ધારણ કરીને એણે મહાન ક્રેડરીકનું નામ મેળવ્યું. નુતન જર્મનીમાં નૂતન પ્રશિયાને જન્મ નૂતન જર્મનીના ઉદ્દભવનું સ્વરૂપ પ્રશિયન સ્ટેટના આકારવાળું થયું. આ પ્રશિયન સ્ટેટ એટલે એવું સ્ટેટ હતું કે જેમાં સ્ટેટ એજ પ્રશિયન જીવનનું સર્વસ્વ બનાવવામાં આવ્યું હતું. વ્યક્તિ કે સમાજનું કઈ પણ હિત આ સ્ટેટની અંદર જ સમાઈ ગયેલું હતું. આ સ્ટેટ અથવા રાજ્યને જ સર્વોપરિહેતુ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy